Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષની ફરિયાદ પરથી પાંચ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૪: જામનગર નજીકના જામવંથલી ગામમાં આવેલી સંયુક્ત ભાગ ની એક જમીન જોવા ગયેલા એક જ કુટુંબના બે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થયા પછી પોલીસમાં સામસામી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે એક મહિલા સહિત પાંચ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના વંથલી ગામના સીમ વિસ્તારમાં અને જગા ગામના જૂના રસ્તે આવેલી મૂળ વંથલી ગામના વતની અને હાલમાં રાજકોટના મવડી પ્લોટમાં નવલનગર પાસે રહેતા પરસોત્તમભાઈ લાલજી ભાઈ રાઠોડની સંયુક્ત ભાગની ખેતીની જમીને ગઈ તા.૧ની બપોરે પરસોત્તમભાઈ આવ્યા હતા. ત્યારે ત્યાં જમીન તથા ત્યાં પડેલા ખેતીના ઓજારના ફોટા પાડતા જીતેન્દ્ર ભગવાનજી રાઠોડ, રાજેશ ભગવાનજી રાઠોડને ફોટા પાડવાની ના પાડતા આ વ્યક્તિઓએ ગાળો ભાંડી ઝઘડો કર્યા પછી પરસોત્તમભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે પહેલાં ઓગસ્ટ મહિનામાં તે જમીનમાં આવેલા બોરમાં વાયર તથા પાઈપ કાપી નાખી તેને બોરમાં નાખી દીધા હતા અને મોટરનું સ્ટાર્ટર તેમજ ઝટકા મશીન પણ તોડી નાખ્યું હતું. જ્યારે ખેતરમાં પડેલા ટ્રેક્ટરની નળીઓ પણ કાપી નાખી હતી.
આ બાબતે પરસોત્તમ ભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની સામે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે હસનવાડીમાં રહેતા મૂળ વંથલી ગામના જીતેન્દ્ર ભગવાનજી રાઠોડે વળતી ફરિયાદ નોંધાવી છે.
તે ફરિયાદમાં જણાવાયા મુજબ ગઈ તા.૧ની બપોરે તેઓ સંયુક્ત ભાગની જમીને ગયા ત્યારે પરસોત્તમભાઈ, અનસુયાબેન, મહેન્દ્ર પરસોત્તમ ભાઈ રાઠોડ ત્યાં હાજર હતા. તેઓએ અહીં કેમ આવ્યો છો તેમ પૂછતા જીતેન્દ્રભાઈએ કોર્ટના હુકમ મુજબની સંયુકત જમીન જોવા આવ્યા હોવાનું કહેતા ઉપરોક્ત ત્રણેક વ્યક્તિએ અહીં આવતો નહીં, તમારો હિસ્સો નથી તમે કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત બાઈકમાં નુકસાન કર્યું હતું. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial