Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે ખર્ચ પણ ચૂકવી આપવા થયો આદેશઃ
જામનગર તા. ૧૪: જામનગરના બે આસામીએ જુદી જુદી કંપનીઓ પાસેથી મેળવેલા મેડિક્લેઈમમાં ક્લેઈમ ચૂકવવા બાબતે વીમા કંપનીઓએ અખાડા કરતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ પણ અલગથી ચૂકવવા વીમા કંપનીઓને હુકમ કર્યાે છે.
જામનગરના જય કમલેશ ભાઈ મહેતા નામના આસામીએ એચડીએફસી એર્ગાે જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિ કલેઈમ મેળવ્યા પછી તે સમય ગાળામાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. જેમાં રૂ.૧,૫૧, ૧૨૭નો ખર્ચ થયો હતો.
તે રકમનો કલેઈમ કરાતા વીમા કંપનીએ માંગ્યા મુજબના કાગળો આપવા છતાં કલેઈમ રદ્દ કરી નાખ્યો હતો. તેઓની માગણી મુજબનો કલેઈમ ન ચૂકવાતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે કલેઈમની રકમ છ ટકા વ્યાજ સાથે તેમજ રૂ.પ હજાર ખર્ચ અને ત્રાસ બદલ અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કરી આ આસામી ની પોલિસી પણ ચાલુ કરી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના હરીશભાઈ રણછોડભાઈ પટેલે સ્ટાર હેલ્થ એન્ડ એલોઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યા પછી તેના સમયગાળામાં સારવાર લેવી પડી હતી. જેમાં રૂ.૫,૮૯,૩૯૬નો ખર્ચ થયો હતો. તેના બીલ સહિતની વિગતો વીમા કંપનીને આપવા છતાં રૂ.૨,૦૨,૪૮૧ કાપી લેવાયા હતા અને રૂ.૧૭, ૮૮૮ની રકમનો બીજો કલેઈમ પણ નામંજૂર કરાયો હતો.
આ આસામીએ પણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કુલ રૂ.૧૩૪૪૨૦ છ ટકા વ્યાજ સાથે તથા બીજા કલેઈમના રૂ.૧૭૮૮૫ પણ વ્યાજ સાથે તેમજ બંને ફરિયાદના ખર્ચ પેટે રૂ.૧૦ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial