Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવારે કરી પ્રેસ કોન્ફરન્સઃ ચાહકો અને મીડિયાનો માન્ય આભારઃ
હૈદ્રાબાદ તા. ૧૪: જેલમાંથી જામન પર છૂટ્યા પછી અલ્લુ અર્જુન જેલમાંથી ઘરે પહોંચતા ભાવુક દૃશ્યો સર્જાયા હતાં. તેમણે આજે સવારે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી.
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવ્યા પછી શનિવારે સવારે તેના હૈદ્રાબાદના ઘરે તેના પરિવારને મળ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તે સીધો તેના પિતાની ઓફિસ ગીતા આર્ટસ ગયો હતો. અભિનેતા ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની તેને ગળે લગાવી રડી પડી હતી. બાળકો પણ દોડી આવ્યા હતાં. તેની પત્ની અને પુત્રીને ફરી મળ્યાના ઘણાં વીડિયો પણ સામે આવ્યા છે.
અલ્લુ અર્જુન કારમાંથી બહાર આવતાની સાથે જ તેના પરિવારના સભ્યો તેની તરફ દોડી આવ્યા હતાં તેમજ પત્ની સ્નેહા રેડ્ડી તેને ગળે લગાવતી વખતે ભાવુક થતી જોવા મળી હતી. તેનો પુત્ર અયાન તેની તરફ દોડ્યો અને બાદમાં અભિનેતા તેની પુત્રી અરહાને તેના હાથમાં પકડીને તેને ગળે લગાવતો જોવા મળ્યો.
આજે સવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મીડિયા તથા ચાહકોનો આભર માનીને પોતાનો બચાવ પણ રજૂ કર્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો અભાર માનતા કહ્યું હતુંકે, 'તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર. મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરૂ છું. ચિંતાની વાત નથી, હું એકદમ ઠીક છું. અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું. ઘટના ખૂબ જ દુઃખદ હતી. હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial