Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયું હતું ઓપરેશનઃ
અમદાવાદ તા. ૧૪: યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત એટીએસના ઓપરેશન દરમિયાન હથિયારો સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં શુક્રવારે ગુજરાત એટીએસએ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલમાં ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત એટીએસને સૂચના મળી હતીકે બે વ્યક્તિઓ હથિયાર લઈને યુ.એન. મહેતા હોસ્પિટલ આગી રહ્યા છે. જે પછી તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એક વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આશરે બપોરના સવાચાર વાગ્યે એટીએસની ટીમે હોસ્પિટલના ગેટ પર બે શકમંદોને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા હતાં.
ગુજરાત એટીએસના ડીવાયએસપી વિરજીત પરમારે સ્પેશિયલ ઓપરેશનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે 'બે શકમંદ આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઓપેરશન પાર પાડ્યું. ઝડપાયેલા બન્ને શખ્સો મૂળ ગુજરાતના નથી, એફઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial