Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકો ગરમ કપડામાંં લપેટાયા, તાપણાનો સહારો, રાત્રે ચહલપહલમાં થયો ઘટાડોઃ
જામનગર તા. ૧૪: જામનગર સહિત સમગ્ર હાલાર પંથક કોલ્ડવેવની ઝપટે ડતા ઠંડુગાર થઈ ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત ૧૩.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. પ્રજાજનો કાતિલ ઠંડીથી ધ્રુજી ઊઠ્યા હતાં. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ ગરમ વસ્ત્રોમાં લપેટાવાની ફરજ પડી રહી છે. તાપણાનો પણ પ્રારંભ થઈ ગયો છે. તીવ્ર ઠંડીના પગલે રાત્રે લોકોની ચહલ-પહલમાં ઘટાડો થયો છે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. જેના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશના ઘણાં ભાગમાં તાપમાનનો પારો 'માઈનસ'માં ચાલ્યો ગયો છે. તળાવ તથા ઝરણા થીઝવાનો પ્રારંભ થઈ ગયો છે. માર્ગો, મેદાનો, મકાનો તથા વૃક્ષો બરફ આચ્છાદીત થઈ ગયા છે. કાતિલ ઠંડીના પગલે ત્યાંનુ જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતના ઠંડા પવનોના પગલે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં પણ ભયંકર ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે.
ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના પગલે સમગ્ર હાલાર પંથકમાં કોલ્ડવેવ છવાઈ ગઈ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાઢોડું પ્રસરી જવા પામ્યું છે. કાતિલ ઠંડીથી હાલારવાસીઓ ધ્રુજી ઊઠ્યા છે.
હાડ થીજવતી ઠંડીમાં રક્ષણ મળે તે માટે લોકોને ગરમ કપડામાં લપેટાવાની ફરજ પડી છે. આ સાથે રાત્રે તાપણાનો પણ પ્રારંભ થઈ ચૂક્ય છે. રાત્રે માર્ગો પર જનતાની ચહલ-પહલમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત કાવા સહિતના ગરમ પીણા તથા ગરમ વસ્ત્રોની લારીઓ તથા દુકાનોમાં લોકોનો વધારે ધસારો જોવા મળે છે.
જામનગરમાં કોલ્ડવેવના દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન સિઝનમાં સૌ પ્રથમ વખત ૧૩.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે ૧.૪ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૬.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા રહ્યું હતં. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial