Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગત્સ્ય સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળવિવાહ નાબુદીના શપથ લેવાયા
ખંભાળીયા તા. ૧૪: ખંભાળિયામાં આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સયુકત ઉપક્રમે અત્સ્ય સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અગત્સ્ય સ્કૂલ ખાતે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૧૦ ડીસેમ્બર ૧૯૪૮ નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સાર્વત્રિક માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણાપત્રમાં અમુક માનવ અધિકારો દુનિયાના દરેક લોકોને મળવા જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું. દુનિયાના વિવિધ દેશોની સાથે સાથે ભારત દેશે પણ આ અધિકારો સ્વીકાર્યા અને મુજબ ભારતીય બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક અધિકારો વગેરેનો સમાવેશ થાય છે. સાથે સાથે મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગોના પણ કેટલાક અધિકારો નક્કી કરવામાં આવ્યા છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી 'મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન'' ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે *આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ*ની ઉજવણીનાં ભાગરૂપે ખંભાળિયાની અગત્સ્ય સ્કૂલ ખાતે મહિલાઓ અને બાળકોના અધિકારો સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાની માધ્યમિક શાળાઓના શિક્ષકો સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એચ.આર. જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને મૂળભૂત અધિકારોમાં જણાવેલ શિક્ષણના અધિકાર વિશે વાત કરતાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયાસો હાથ ધરવા શિક્ષકોને જણાવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા મહિલાઓના અધિકારો વિશે જણાવતાં સરકાર દ્વારા રોજગારીમાં અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આપવામાં આવેલ અનામત વિશે વાત કરતા મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા અમલી વિવિધ કાયદાઓ તથા જાતિગત સમાનતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવીકે ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર વગેરે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
જિલ્લા દહેજ પ્રતિબંધ અધિકારી પ્રફુલ જાદવ દ્વારા દહેજ પ્રતિબંધ અધિનિયમ, ઘરેલુ હિંસા અધિનિયમ અને કામના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમની, જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમની વિવિધ જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક સહ સમાજ સુરક્ષા અધિકારી પ્રાથનાબેન શેરશીયા દ્વારા બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, દિવ્યંગોના અધિકારો, ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારો, વૃદ્ધોના અધિકારો અને સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગો, વૃદ્ધો તેમજ ટ્રાન્સજેન્ડર લોકો માટેની વિવિધ યોજનાઓ ઉપરાંત પાલક માતા પિતા યોજના, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો માટેના વિવિધ ગૃહો અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળ વિવાહ નાબૂદી અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રકાશ ખેરાળા, એજયુકેશન ઇનસ્પેક્ટર-કે.એસ.પાથર સહિતના હાજર રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial