Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વકીલ મંડળના પ્રમુખપદે બીજી વખત ભરત સુવાની બિનહરિફ થઈ વરણી

મંત્રીપદ તથા ખજાનચીપદના પણ ઉમેદવાર બિનહરિફઃ

જામનગર તા. ૧૪: જામનગર બાર એસોસિએશનના નવા વર્ષના સૂત્રધારોની વરણી માટે આવતા શુક્રવારે મતદાન યોજાનાર છે. તે પહેલાં વર્તમાન પ્રમુખ બિન હરીફ વરણી પામ્યા છે. તેઓ સતત અગિયારમા વર્ષે પ્રમુખપદનો ચાર્જ સંભાળશે. તે ઉપરાંત સેક્રેટરી પણ સતત સાતમી વખત બિનહરિફ રહ્યા છે અને ખજાનચી પણ સતત ત્રીજા વર્ષે બિનહરિફ વરણી પામ્યા છે.

જામનગરના વકીલમંડળની આગામી તા.ર૦ ડિસેમ્બરના દિને નવા વર્ષના સૂત્રધારોની વરણી માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે આગામી વર્ષના પ્રમુખપદે એડવોકેટ ભરતભાઈ સુવા બિન હરિફ રીતે વરણી પામ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૪ સુધી પ્રમુખપદે ચૂંટાતા આવ્યા છે અને આ વખતે પણ તેઓ પ્રમુખપદ માટે બિનહરિફ રહ્યા છે.

તે ઉપરાંત જામનગર વકીલ મંડળમાં વર્ષ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૮માં ખજાનચી પદે સેવા આપનાર એડવોકેટ મનોજ એસ. ઝવેરી વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ માં મંત્રીપદે બિનહરીફ વરાયા પછી આ વર્ષે પણ આઠમી ટર્મ માટે સેક્રેટરી પદે બિનહરિફ રહ્યા છે.

વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪માં ખજાનચી તરીકે રહેલા એડવોકેટ ઋચીર આર. રાવલ, વર્ષ ૨૦૨૫ માટે પણ બિનહરિફ વરણી પામ્યા છે.

વકીલ મંડળના ઉપપ્રમુખ, સહમંત્રી તેમજ લાઈબ્રેરી સેક્રેટરીના પદો માટે આવતા શુક્રવારે જામનગરના વકીલ મિત્રો મતદાન કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh