Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫૬ જેટલા ગામોમાં રકતપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રકતપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એકટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
ઘણા સમય સુધી રકતપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત (માઈક્રોબેકટેરીયમ લેપ્રસી) નામના સુક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉંમરે સ્ત્રી અથવા પુરૂષ કોઈપણને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યકિતથી બીજી વ્યકિતને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રકતપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અટકાવી શકાય છે.
શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવું, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રકતપિત્ત રોગના લક્ષણો છે. આ રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજીક ભેદભાવનો સામનો કરવો પડે છે.
નાગરિકોમાં રકતપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે તેની એમ.ડી.ટી. બહુ ઔષધીય સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે ગુજરાતમાં રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રકતપિત્ત નિર્મૂલન કરવાના આશયથી જામનગર આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૨ ડિસેમ્બર થી તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ જામનગર જિલ્લાના ૫૬ ગામોમાં ચલાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial