Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પડાણા પાસે લઘુશંકા કરતા પરપ્રાંતિયનું મૃત્યુઃ
જામનગર તા. ૧૪: જામનગરના પંચેશ્વર ટાવર પાસે એક હોટલ નજીક ગઈકાલે સાંજે હૃદયરોગનો હુમલો આવી જતા નગરના વિપ્ર વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પડાણા પાસે લઘુશંંકા કરવા ગયેલા પરપ્રાંતિય યુવાન બેશુદ્ધ બન્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે બંને બનાવો અંગે તપાસ હાથ ધરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને અગાઉ પંચેેશ્વર ટાવર પાસે આવેલી લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિની જગ્યામાં નોકરી કરતા મુકેશભાઈ જયસુખભાઈ ભટ્ટ (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગઈકાલે સાંજે છએક વાગ્યે પંચેશ્વર ટાવર નજીક એક હોટલ પાસે હતા ત્યારે તેઓને હૃદય રોગનો તિવ્ર હુમલો આવી જતાં ઢળી પડ્યા હતા. તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં લઈ જવાય હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામ પાસે વસવાટ કરતા રણજીતસિંગ હરજીન્દર સિંગ શીખ (ઉ.વ.૨૭) ગઈકાલે ત્યાં આવેલા એક પંપ નજીક બાવળની ઝાળીઓમાં લઘુશંકા કરવા માટે ગયા પછી કોઈ રીતે બેશુદ્ધ બની ગયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial