Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરબીઆઈમાં ૪૮ હજાર કરોડ બ્લોક થયાનો મામલોઃ
જામનગર તા. ૧૪: ખંભાળિયાના વચલાબારા ગામના એક શખ્સ તથા તેના સાગરિતે આરબીઆઈમાં રૂ.૪૮ હજાર કરોડ બ્લોક થયાનું જુદા જુદા વ્યક્તિઓને જણાવી તેના ભરવાના થતાં ટેક્સમાં ફંડીંગ આપવાનું કહી કમીશનની લાલચ બતાવી છેતરપિંડી કર્યાનો ગુન્હો નોંધાયા પછી તેના બે આરોપીની ધરપકડ કરાઈ હતી. આ શખ્સોના રિમાન્ડ નામંજૂર કરી અદાલતે તેઓને જેલમાં મોકલી દીધા છે.
ખંભાળિયા તાલુકાના વચલાબારા ગામના વતની ઋતુરાજસિંહ અજીતસિંહ સોઢા તથા તેના મિત્ર રાજકોટના માધાપરવાળા માધવ કિરણભાઈ વ્યાસ નામના શખ્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં રૂ.૪૮ હજાર કરોડ ફસાઈ ગયા છે તેને મુક્ત કરાવવા ટેક્સ ભરવાનો થાય છે તેમ જણાવી ટેકસમાં ફંડીંગ આપવા અને ફંડીંગમાં ૧૫ ટકા કમીશન આપવાની લાલચ બતાવી છેતરપિંડી આચર્યાનું દ્વારકા એસઓજીએ શોધી કાઢ્યું હતું.
ત્યારપછી આરોપી ઋતુરાજસિંહ તથા માધવ વ્યાસની ધરપકડ કરી ગઈકાલે દસ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે બંને આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યાે છે.
ઉલ્લેખનીય છે કે, આ શખ્સોએ જે રકમ રિઝર્વ બેંક દ્વારા બ્લોક કરવામાં આવી છે. તે રકમના માલિક-વેપારી સ્ક્રેપનો ધંધો કરે છે તેમ જણાવી તેની સાથે મુલાકાત માટે બે-ચાર લાખ રૂપિયા ખર્ચવા પડે તેમ કહી આ વેપારી સાથે મુલાકાત કરાવવાના બહાને પણ પૈસા પડાવી લીધા હોવાનું બહાર આવી રહ્યું છે. આ શખ્સોએ રાજ્ય બહારના કેટલાક લોકોને પણ ઠગી લીધાની આશંકા સેવાઈ રહી છે. આરોપી પૈકીના ઋતુરાજે ઈન્ટરનેટ પરથી ઠગાઈનો આઈડીયા મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial