Advertisement
Author: નોબત સમાચાર

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા સમગ્ર ગુજરાતના છે કે માત્ર રાજકોટનાં સાંસદ?

જામનગર-પોરબંદર, ઓખા માટે કોઈ માંગણી ન કરી

જામનગર તા. ૧૪: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રેલ સુવિધા અંગે રજુઆતો કરી છે તે આવકાર્ય છે. પરંતુ તેમણે માત્ર રાજકોટનાં લોકો માટે માંગણી કરી છે તેઓ ગુજરાતભરનાં રાજ્ય સભાના સાંસદ નહી કે માત્ર રાજકોટના એ તેમણે યાદ રાખવાની જરૂર હતી.

રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પોરબંદરના વતની છે. અને રાજકોટમાં સ્થાયી થયા છે. તેણે ગુજરાતના કવોટામાંથી રાજયસભામાં ગયા છે. તાજેતરમાં તેમણે કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળીને અનેક ટ્રેનો અંગે રાજકોટ માટે રજૂઆતો કરી હતી. પરંતુ પોરબંદર, જામનગર, ઓખા માટે નહીં શા માટે ? તેઓ રાજકોટના નહી પરંતુ ગુજરાતના સાંસદ છે.

હાપા-દુરન્તો ટ્રેનનાં બોરીવલીના રોકાણ માટે સાંસદ રામભાઈએ માંગણી કરી પરંતુ તેને હાપાના બદલે જામનગર સુધી લંબાવવા માટેની માંગણી ભૂલી ગયા. ઉપરાંત અનેક ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા પણ તેમણે માંગણી કરી પરંતુ જામનગર- ઓખા માટે શું વિસરાઈ ગયું ? તેવી માંગણી અને રજૂઆત જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસીએશનના માનદ મંત્રી ચંદ્રવદનભાઈ પંડયાએ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh