Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસૂતિ પછી તબીયત લથડતા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા. ૧૪: કલ્યાણપુરના ગઢકામાં એક ખેતમજૂરે બીમારીથી કંટાળી જઈને ગઈકાલે ગળાફાંસો ખાઈ લીધો છે. પ્રસૂતી માટે પોરબંદર દવાખાને ખસેડવામાં આવેલા ભાણવડના ઢેબર ગામના મહિલાનું પ્રસૂતી પછી તબીયત લથડતા મૃત્યુ થયું છે.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામમાં ભીખુભાઈ ડાડુભાઈ ચાવડા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છોટા ઉદયપુરના ગુનાટા ગામના વતની મહેશભાઈ ગુલસિંગ રાઠવા (ઉ.વ.રપ) નામના યુવાન બીમારીથી ત્રસ્ત હતા. તેના કારણે ગુમસુમ રહેતા આ યુવાને ગઈકાલે બપોરે ખેતરમાં આવેલી ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાની ખુલસિંગ સેંગલા ભાઈ રાઠવાએ પોલીસને જાણ કરી છે.
ભાણવડ તાલુકાના ઢેબર ગામમાં વીકીયા વાવ પાસે રહેતા દક્ષાબેન ટપુભાઈ મકવાણા (ઉ.વ.૨૩) નામના પરિણીતાને પ્રસૂતી માટે પોરબંદર સ્થિત મહારાણી રૂપાલીબા હોસ્પિટલમાં લાવવા માં આવ્યા હતા. જ્યાં પ્રસૂતી પછી દક્ષાબેનની તબીયત લથડતા તેઓનું મૃત્યુ નિપજ્યા નું પતિ ટપુભાઈ ધીરૂભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial