Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રહેવાસીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઃ ટ્રાફિક જામની સમસ્યા
જામનગર તા. ૧૪: જામનગરના પટેલ કોલોની શેરી નં. ૧ માં આવેલ કિંગ પેલેસ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મ્યુનિ. કમિશનર તથા જિલ્લા પોલીસ વડાને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ વિસ્તારમાં દુકાનદારો-ધંધાર્થીઓ દ્વારા ફૂટપાથો-માર્ગમાં દબાણો થયા હોવાથી રહેવાસીઓ, રાહદારીઓ, વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આ શેરીમાં ઢોસા, પાંઉ-ભાજી, અલ્પાહાર, વડાપાંઉ, ચા-પાણી, પાનવાળાના દબાણોથી-ટ્રાફિકથી અને આડેધડ પાર્કિંગના કારણે કાયમ માટે ન્યુસન્સ સર્જાયેલું રહે છે.
પટેલ કોલોની શેરી નં. ૧ મા તેમજ મુખ્ય માર્ગ પર જ્યુસવાળા દ્વારા ફૂટપાથ પર મુંઢા-ટેબલ ગોઠવી દેવાય છે. અહીં આવતા ગ્રાહકો તેમના ટુ-વ્હીલર વાહનો અને ફોર વ્હીલર વાહનો આડેધડ અડધો રસ્તો રોકાય જાય તે રીતે ખડકાયેલા રહે છે. તેમાંય શુક્ર-શનિ-રવિ અને રજાઓના દિવસો સહિત કાયમ માટે રાત્રે ૮ થી ૧૧-૧ર વાગ્યા સુધી અડધો માર્ગ રોકાયેલો રહે છે. કિંગ પેલેસ એપાર્ટમેનટમાં જ ચાર દુકાનોમાં ઢોસાનું ગેરકાયદે રેસ્ટોરન્ટ ચાલે છે. ચા-વાળાએ પૂતળા મૂકીને દબાણ કર્યું છે. આવી પરિસ્થિતિના કારણે આ શેરીના કિંગ પેલેસ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સહિત નગરજનોને ભારે ત્રાસરૂપ પરેશાની ભોગવી પડી રહી છે અને અવારનવાર દુકાનદારો-ધંધાર્થીઓ સાથે ઝઘડા-સંઘર્ષ થાય છે.
આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા, સાંજે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ટ્રાફિક સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને દબાણો દુર કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial