Advertisement
Author: નોબત સમાચાર

પતિ પાસેથી ચઢત ભરણપોષણ વસૂલ મેળવવા પરિણીતાની અદાલતમાં ધા

અન્ય એક પરિણીતાનું ભરણપોષણ કરાયું મંજૂરઃ

જામનગર તા. ૧૪: જામનગરના એક મહિલાએ પોરબંદરમાં રહેતા પતિ પાસેથી ચઢત ભરણપોષણની રકમ મેળવવા અદાલતમાં ધા નાખી છે. જ્યારે એક પરપ્રાંતીય મહિલાએ કચ્છના ગાંધીધામમાં રહેતા પતિ સહિતના સાસરીયા સામે ભરણપોષણ માંગતા અદાલતે દર મહિને રૂ.૮ હજાર ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરના નફીશા ઈમરાન મુસાણી નામના પરિણીતાએ પોરબંદરના મેમણ વાડામાં રહેતા પતિ ઈમરાન અબ્દુલહબીબ મુસાણી સામે ભરણપોષણની ચડત રકમ રૂ.૧૯ હજાર વસૂલ મેળવવા અદાલતમાં અરજી કરી છે. ઈમરાન ચડત રકમ ન ચૂકવે તો તેને જેલમાં મોકલી આપવા અથવા તેની મિલકત જપ્તીમાં લેવાની માગણી કરાઈ છે.

જામનગરના મોરકંડા રોડ પર ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા મૈહવીશજહાં અંસારી નામના પરપ્રાંતીય યુવતીના નિકાહ કચ્છના ગાંધીધામમાં રહેતા હાલેપોત્રા મોહસીન હાસમ સાથે થયા પછી આ પરિણીતાને પતિ, સાસુ, સસરા, દિયર, નણંદોએ ત્રાસ આપતા અને કરિયાવરની માગણી કરતા તેણી પરેશાન થઈ ગયા હતા. તેણીને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકવામાં આવતા પિયર પરત ફરેલા આ મહિલાએ ભરણપોષણ, મકાન ભાડુ મેળવવા અદાલતનો આશરો લીધો હતો. અદાલતે દર મહિને કુલ રૂ.૮ હજાર ચુકવવા હુકમ કર્યાે છે. બંને અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh