Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેક વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૧૪: ઓખા મંડળના આરંભડાની એક સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીના પોતાની સાથે લગ્ન ન કરાવાય તો ઉપાડી જવાની શેખી મારનાર શખ્સ સામે પાંચેક વર્ષ પહેલાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તે કેસમાં આરોપીનો છૂટકારો થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડામાં રહેતા અઝરૂદ્દીન કાસમ સુંભણીયા નામના શખ્સે સાડા પાંચેક વર્ષ પહેલાં એક સગીરાનો બે-ત્રણ મહિના સુધી પીછો કર્યા પછી તેણીને બજારમાં રોકી ચેનચાળા કર્યા પછી મોબાઈલમાં ફોટા પાડી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી હતી.
તે ઉપરાંત સગીરાના ઘેર જઈ લગ્ન આપવાનું કહી તેણીને ઉપાડી જવાની ધમકી ઉચ્ચારતા સગીરાના એક વાલીએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં દ્વારકાની એડી. સેશન્સ કોર્ટે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા, રમેશ ભાઈ ચૌહાણ, અભિષેક ધ્રુવ, નિરવ સામાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial