Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં કારોબારની શરૂઆત મંદી સાથે થઈ હતી.સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટના ઘટાળા સાથે ૭૬૬૯૯ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૮ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૨૮૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૮૮ પોઈન્ટની ઘટાળા સાથે ૪૮૯૫૬ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારોમાં અમેરિકાના સાવચેતીમાં એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે ધોવાણ ચાલુ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટીથી વિશેષ સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં અવિરત ગાબડાં પડતાં રહેતાં નફો બુક કરવાથી વંચિત રહેલા અનેક રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ બની ગયા હતા.ભારતીય શેરબજાર માટે વર્ષ ૨૦૨૫ અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨%થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે. રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ ૬.૫૦% પર સ્થિર છે.નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર, ૨૦૨૪ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં. રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ટીસીએસ, એચડીએફસી એએમસી, હિન્દુસ્તાન યુનીલીવર, એક્સીસ બેન્ક, સન ટીવી જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં લાર્સેન, ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, ગ્રાસીમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોલ્પાલ, સન ફાર્મા, ઇન્સોસીસ, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા, વોલ્ટાસ, હવેલ્લ્સ, સિપ્લા, ભારતી ઐરટેલ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૫% ઘટીને અને નેસ્ડેક ૦.૮૩% ઘટીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં શુક્રવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૩ અને વધનારની સંખ્યા ૧૨૮૪ રહી હતી,૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ઘર આંગણે હવે ફેબુ્રઆરીમાં કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોઈ નવા લેણમાં ઈન્વેસ્ટરો સાવચેત રહેવાની શકયતા છે.વિક્રમી તેજી ભારતીય શેર બજારોમાં જાણે કે હવે ઈતિહાસ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરોમાં સાર્વત્રિક તેજીનું અવિરત તોફાન જોવાઈ બેફામ વધી ગયેલા શેરોના ભાવો તેના વાસ્તવિક લેવલ તરફ ધસતાં જોવાઈ રહ્યા છે. રોજ બરોજ નવા વિક્રમી ઊંચા શિખરો સર્જનારા સેન્સેક્સ, નિફટી હવે તળીયાની શોધમાં નીકળ્યા હોય એમ મહત્વના સપોર્ટ લેવલ ગુમાવી રહ્યા છે. આ ઘટાડો ક્યાં જઈને અટકશે એ કળવું ભલભલા સમીક્ષકો માટે મુશ્કેલ બની રહ્યું છે. વૈશ્વિક પરિબળોથી વિશેષ અત્યારે કોરોના બાદના નવા વાઈરસના ફફડાટન ા નામે બજારમાં જાણે કે ફંડો, મહારથીઓ કરેકશન આપીને પોર્ટફોલિયોમાંથી શેરો હળવા કરી રહ્યા છે. જેના કારણે અનેક રિટેલ રોકાણકારોનો પોર્ટફોલિયો ડામાડોળ બની રહ્યા છે. નફો બુક કરવાનું ચૂકી ગયેલા અનેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોમાં નેગેટીવ વળતર દેખાવા લાગતાં ફફડાટ સાથે નિરાશા છવાઈ છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળવાની તૈયારીમાં છે, ત્યારે તેમની નીતિ વિશ્વને ક્યા નવા સંકટમાં મૂકશે એ બાબતે પણ બજારનો વર્ગ ચિંતિત હોઈ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યો છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૯૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૯૧૯૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૯૧૪૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૨ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૭૯૧૬૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૨૬૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૨૬૨૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૨૪૮૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૯૨૫૪૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ઈન્ફોસીસ લીમીટેડ (૧૮૩૬) : ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૧૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૦૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
વોલ્ટાસ લીમીટેડ (૧૫૮૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૧ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
મહાનગર ગેસ (૧૩૦૯) : ૧૨૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૦ ના એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
એક્સીસ બેન્ક (૯૯૭) : પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ થી રૂ. ૧૦૧૬ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
જીન્દાલ સ્ટીલ (૯૨૪) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૧૧ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૩૧ થી રૂ.૯૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.