Advertisement
Author: નોબત સમાચાર

શ્રી દિગ્વિજય સિમેન્ટ કાું. લિમિટેડ (કમળ સિમેન્ટ) નો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. ૮૭.૭૬ કરોડઃ પર% નો ઉછાળો

કંપનીએ શેરદીઠ રૂ.૩.૦૦ નું ડિવિડન્ડ કર્યુ જાહેરઃ

જામનગર તા. ર૯: શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ (કમળ સિમેન્ટ) ના ચોખ્ખા નફામાં ૫૨% નો ઉછાળો થયો હતો.

ભારતનો સૌથી જુનો અને અગ્રણી સિમેન્ટ ઉત્પાદક કંપની શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ (કમળ સિમેન્ટ) એ વર્ષ ર૦ર૩-ર૪ માં ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.  ૩૧.૭૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે પાછલા વર્ષના સમાન સમય ગાળામાં નોંધાયેલા રૂ.  ર૪.૪ર કરોડના ચોખ્ખા નફાની તુલનાએ ૩૦% નો વધારો દર્શાવે છે.

કંપનીની આવક પણ ૯.૪% વધીને રૂ.  ૮૦૦.૯૭ કરોડ થઈ છે, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં રૂ.  ૭૩૧.૯ર કરોડ હતો. કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો ર૦ર૩-ર૪ માં પર% વધીને રૂ.  ૮૭.૭૬ કરોડ થયો છે, જે પાછલા વર્ષમાં રૂ.  પ૭.૭૧ કરોડ હતો. કંપનીએ પ્રતિ શેર રૂ.  ૩.૦૦ ના ડિવિડન્ડની પણ જાહેરાત કરેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh