Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચાનક વીજ પુરવઠો શરૂ થતાં જિંદગી હણાઈઃ
જામનગર તા. ૨૯: ભાણવડ પાસે ૧૧ કેવી વીજલાઈનવાળા થાંભલા પર ગઈકાલે સમારકામ માટે ચઢેલા વીજ કંપનીના ઈલેકટ્રીક આસીસ્ટન્ટનું વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. કામ માટે આ લાઈનમાં વીજ પુરવઠો બંધ કરાયા પછી કોઈ રીતે ચાલુ થઈ જતાં આ યુવાન તેમાં ચોટી ગયા હતા. આ બાબતની વીજ કંપનીએ તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના ફતે૫ુર ગામમાં રહેતા હિતેશભાઈ ભીખાભાઈ ભારવાડીયા (ઉ.વ.૨૫) નામના યુવાન વીજ કંપનીમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગઈકાલે વીજ રીપેરીંગ માટે ભાણવડ પાસે રવિરાજ હોટલ નજીક આવેલા ૧૧ કેવી વીજલાઈનના થાંભલા પર ચઢયા હતા.
કામ કરતી વેળાએ અચાનક જ વીજ પુરવઠો શરૂ થતાં હિતેશભાઈ વાયરમાં ચોટી ગયા હતા. તેઓને સારવાર માટે ભાણવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યું હતું.
હાઈ ટેન્શન વીજવાયરમાં ચોટી ગયેલા આ યુવાનને થાંભલેથી મહામહેનતે ઉતારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા તેમનું મૃત્યુ નિપજતા ખંભાળિયાના કાર્યપાલક ઈજનેર ટોલીયાનો સંપર્ક કરાતા તેમણે ટેકનિકલ અધિકારીઓ દ્વારા ઈન્સ્પેક્શન હાથ ધરાયાનું જણાવ્યું હતું. મૃતક યુવાન જે ૧૧ કેવીની લાઈન પર ચડ્યો હતો તેનો પાવર બંધ કરવામાં આવ્યો હતો તેમ છતાં લાઈનમાં વીજ પ્રવાહ કયાથી આવ્યો? તે અંગે તપાસ હાથ ધરાઈ છે. બંધ વીજ લાઈનમાં કોઈએ પાવર ચાલુ કર્યાે તે કોઈ બીજી લાઈનનો જીવંત વાયર આ લાઈન પર ચડતા આ બનાવ બન્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial