Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની પરીક્ષા બોર્ડનું આયોજનઃ
જામનગર તા. ર૯: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગઈકાલ રવિવારે પીએસઈ અને એસએસઈની સ્કોલરશીપ પીરક્ષા લેવામાં આવી હતી. જામનગરમાં કુલ ૯૯૩ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ર૮ અને રવિવારે પીએસઈ અને એસએસઈની સ્કોલરશીપ માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જામનગરમાં પણ અલગ-અલગ સ્કુલોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું.
શહેરની ગુ.સા.મહેતા સ્કૂલમાં પરીક્ષા રૂમમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા વગેરેએ બાળકોને મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવી હતી.
જામનગરમાં પીએસઈની પરીક્ષા માટે પ્૪૮૯ વિદ્યાર્થીઓમાંથી ૪૬૦૯ હાજર અને ૮૮૦ પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતાં. જ્યારે એસએસઈની પરીક્ષામાં કુલ ૧૦૪૪ માંથી ૯૩૧ હાજર અને ૧૧૩ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતાં. આમ બન્નેમાં મળી કુલ ૬પ૩૩માંથી પપ૪૦ હાજર અને ૯૯૩ પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતાં. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial