Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલારામ જ્યંતીની નાત પછી રામનવમીના પારણાંના જ્ઞાતિ ભોજન વેળાએ દાતાઓ દ્વારા ઉદાર જાહેરાતઃ
જામનગર તા. ર૯: જામનગર શહેરમાં રામનવમીના પારણાં પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં બીજી નવી લોહાણા મહાજનવાડીના નિર્માણ માટે દાનની સરવાણી આગળ વધી હતી.
જામનગરમાં ગત્ જલારામ જયંતિ પ્રસંગે યોજાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે શહેરમાં વધતી વસ્તી અને વિસ્તારના પગલે બીજી નવી લોહાણા મહાજનવાડીનું નિર્માણ કરવાની જાહેરાત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતૂભાઈ લાલે કરી હતી. એ વેળાએ જ ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ (બાબુભાઈ) લાલ પરિવાર તરફથી આ માટે રૂપિયા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર, અરવિંદભાઈ પાબારી તરફથી અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર, જય જલીયાણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ ડો. રક્ષાબેન દાવડા તરફથી પાંચ લાખ તેમજ ભાણવડવાળા કુમનદાસ પ્રાગજીભાઈ તન્ના તરફથી પાંચ લાખની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય રઘુવંશી શ્રેષ્ઠીઓએ પણ જુદી-જુદી રકમો નવી મહાજનવાડી માટે આપવાની જાહેરાત કરતાં એ જ દિવસે રૂપિયા દોઢ કરોડથી વધુ રકમનો ફાળો નોંધાયો હતો. એ પછી જામનગર શહેરમાં રામનવમીના પારણાં નિમિત્તે ગત્ ગુરૂવારે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન તથા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિના (માસ્તાન) નું આયોજન રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ કોમર્સ કોલેજના મેદાન પર કરવામાં આવ્યું હતું. જેના પ્રાયોજક તરીકે શરદભાઈ કલ્યાણજીભાઈ વસંત પરિવાર હતો.
આ કાર્યક્રમ વેળાએ પ્રાસંગિક પ્રવચન કરતા પ્રતિષ્ઠિત રઘુવંશી ઉદ્યોગપતિ અશોકભાઈ લાલે ઉપસ્થિત સૌને નવી લોહાણા મહાજનવાડી માટે ઉદાર દિલથી આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી. જેના પગલે અગ્રણી વ્યાપારી મહેશભાઈ કલ્યાણજીભાઈ વસંતે રૂ. પ૧ લાખ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જ્ઞાતિ સમૂહ ભોજનના દાતા પરિવાર શરદભાઈ કલ્યાણજીભાઈ વસંત તરફથી પણ રૂ. રપ લાખ જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે ગ્રેઈન માર્કેટના જાણીતા વેપારી દામોદર મથુરાદાસ તન્ના પરિવાર તરફથી રૂ. ૧૧ લાખ, નોબત દૈનિકવાળા માધવાણી પરિવાર તરફથી રોનક માધવાણીની સ્મૃતિમાં રૂ. પાંચ લાખ, વાડીનારવાળા બાબુલાલ ભીમજી બદીયાણી તરફથી રૂપિયા પાંચ લાખ તેમજ દિવાળીબેન વ્રજલાલ મશરૂ પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખ એકાવન હજાર સહિત કુલ રૂપિયા એક કરોડ દસ લાખ કરતા વધુ રકમ જાહેર થતા નવી મહાજનવાડી માટે કુલ રૂપિયા પોણા ત્રણ કરોડથી વધુ રકમની જાહેરાત દાતાઓ તરફથી થઈ ચૂકી છે.
શહેરના કોમર્સ કોલેજના મેદાન પર યોજાયેલી રામનવમીના પારણાં પ્રસંગની લોહાણા જ્ઞાતિની નાત પ્રસંગે આ જ્ઞાતિ સમૂહ ભોજનના પ્રાયોજક શરદભાઈ કલ્યાણજીભાઈ વસંત, શ્રીમતી જયશ્રીબેન શરદભાઈ વસંત, કિંજનભાઈ શરદભાઈ વસંત અને શ્રીમતી રોનક કિંજનભાઈ વસંતનું સન્માન આયોજક રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ સહિતના તમામ સહયોગી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગરમાં આયોજીત લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન અવસરે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, જુનાગઢના ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક ઉપરાંત સમગ્ર હાલાર પંથકમાંથી જામજોધપુર, ભાણવડ, જામખંભાળીયા, દ્વારકા, મીઠાપુર સહિતના મથકો પરથી લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારો, આગેવાનો તેમજ સ્થાનિક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામનું આયોજક રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ તરફથી ભગવાનશ્રી રામજીની તસ્વીર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા આયોજક સંસ્થાવતી જીતુભાઈ લાલે રપ-રપ વર્ષથી સતત જલારામ જ્યંતીની નાત તેમજ છેલ્લા નવ વર્ષથી રામનવમીના પારણાં પ્રસંગે આયોજીત કરાતા જ્ઞાતિ સમૂહ ભોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નજીકના ભવિષ્યમાં નવી મહાજનવાડી માટે જમીન ખરીદવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવી જાહેરાત કરવા સાથે જ્ઞાતિના શ્રેષ્ઠીઓ-દાતાઓ અને આગેવાનો અને સર્વે જ્ઞાતિજનોને ઉદાર હાથે સખાવત કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ કર્યુ હતું.
શહેરમાં લોહાણા જ્ઞાતિજનો માટે રામનવમીના પારણાં પ્રસંગે આયોજીત કરાયેલા આ જ્ઞાતિ સમૂહ ભોજનના કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા અને મનિષભાઈ તન્ના, વિવિધ સંસ્થાના કાર્યકરો, સ્વયં સેવક બહેનો વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન સાથે
જામનગરમાં રક્તદાન યજ્ઞની સાથે મતદાન જાગૃતિ માટે કરાયો પ્રયાસ
જામનગર તા. ર૯: જામનગરમાં રામનવમી પ્રસંગે ગત્ તા. ૧૮ ના રોજ કોમર્સ કોલેજના મેદાન પર રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના નેજા હેઠળ આયોજીત કરાયેલા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજનના કાર્યક્રમની સાથે-સાથે માનવ સેવાનું કાર્ય તેમજ લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે પણ સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રઘુવંશી સમાજના સમૂહ ભોજન સાથે જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકના સહકારથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૯૭ રક્તદાતાઓએ લોહી આપ્યું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિરૂપે ભગવાન શ્રીરામચંદ્રજીનો ફોટો આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આગામી તા. ૭ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ માટે સેલ્ફી પોઈન્ટ ઊભો કરાયો હતો. જેમાં સેલ્ફી લેવા સાથે અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ મોટી સંખ્યામાં રઘુવંશીઓએ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial