Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૭મી મે ના દિવસે મતદાન મથકો આજુબાજુ વિવિધ પ્રતિબંધો ફરમાવાયા

લોકસભા ચૂંટણી સંદર્ભે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નું મતદાન જામનગર જિલ્લામાં તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ થનાર છે. આ ચૂંટણી દરમિયાન મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો, તેમના કાર્યકરો કે ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે, મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સંબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેંચવામાં ન આવે તેનો ખ્યાલ રાખવો જરૂરી જણાય છે.

રાજકીય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતું નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તે ઉપરાંત કેટલીક સૂચનાઓનું ચૂસ્ત પાલન કરવા પણ જણાવાયું છે.

(૧) મતદાનના દિવસે નક્કી થયેલા મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધિત બુથ ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના કે ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નિયમોને આધીન રહીને મતદારોને ઉમેદવારોના નામ, પ્રતિક કે પક્ષના નામ વગરની મતદાર કાપલીના વિતરણ માટે ટેબલ અને બે ખુરશી રાખી શકશે. આવા સ્થળે ઉમેદવાર ૩ બાય ૧.૫ ફુટનું ફકત ૧ બેનર રાખી શકાશે.

(૨) છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી વ્યવસ્થા કરી શકાશે. જેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહીં.

(૩) મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રસાર કરી શકાશે નહીં. તેમજ ચૂંટણી સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરી શકાશે નહીં કે ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતા મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં.

(૪) મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂદ્ઘમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહીં, કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં.

(૫) મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ૨૦૦ મિત્રના વિસ્તારમાં ચૂંટણી સંબંધિત હેતુ માટે મોબાઈલ ફોન કે કોડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહીં.

(૬) મતદાનના દિવસે ઉમેદવાર કે રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધિત વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી ૧૦૦ મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh