Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીના ઉમેદવારોની વિસ્તૃત માહિતી મેળવવા
ખંભાળીયા તા. ૨૯: પોતાના મત વિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી 'નો યોર કેન્ડીડેઈટ' એપ્લિકેશનનો ઉપયોગ કરવા ચૂંટણી પંચે અનુરોધ કર્યો છે. આ એપની મદદથી કોઈ પણ ઉમેદવારનો ક્રિમીનલ રેકોર્ડ, ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી અને સોગંદનામાની વિગતો મેળવી શકાશે.
ભારતીય ચૂંટણી આયોગ દ્વારા મતદાતાઓ પોતાનું કિંમતી અને અમૂલ્ય મત યોગ્ય ઉમેદવારોને આપી શકે એ માટે.... તેમજ નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શિતાથી પૂરી થાય એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા પારદર્શક અને નિષ્પક્ષ યોગ્ય ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે ઉમેદવારો ની જાણકારી મતદાતાઓ સુધી પહોંચાડે છે. સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને મતદાતાઓ માટે 'નો યોર કેન્ડીડેઈટ' (કેવાયસી) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ આઈઓએસ એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂદ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ માહિતીના આંકલનથી પ્રાથમિક રીતે ઉમેદવારના વ્યક્તિત્વ વિશે અંદાજ લગાવી શકાય છે. જેથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારો પોતાના ઉમેદવારને જાણી શકે તેના વિશે માહિતી મેળવી શકે અને પારદર્શક ચૂંટણી પાર પડી શકે તેવા શુભ આશય સાથે . કેવાયસીની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મત વિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે. આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડની પણ માહિતી વિશે જાણી શકાશે.
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે આપણા વિસ્તારના ઉમેદવારો વિશે સંપૂર્ણ માહિતી મેળવવી એક જાગૃત મતદાતા તરીકે આપણી ફરજ છે. આજના ટેકનોલોજીના યુગમાં આધુનિકતા સાથે આગળ વધવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા મતદારોને મદદરૂપ બને તેવી વિવિધ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેમાંથી એક અતિઉપયોગી એપ્લીકેશન છે- કેવાયસી- 'નો યોર કેન્ડીડેઈટ' એપ્લિકેશન.
કેવી રીતે કામ કરે છે 'નો યોર કેન્ડીડેઈટ' એપ્લીકેશન?
સૌપ્રથમ તો એન્ડ્રોઈડ યુઝરે ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ યુઝરે એપલ એપ સ્ટોર પર જઈ એપ સર્ચ બોક્ષમાં નો યોર કેન્ડીડેઈટ કીવર્ડ ટાઈપ કરવું. એટલે તરત જ કેવાયસી-ઈસીઆઈ નામ સાથેની ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા બનાવેલ એપ્લીકેશન તમારી સામે આવી જશે. આ ડાઉનલોડ કર્યા બાદ એપ્લીકેશન ચાલું કરતા જ પ્રોસીડ બટન પર ક્લીક કરવું. એટલે યુઝર સમક્ષ એક ઈન્ટરફેસ ઓપન થશે. જેમાં કોઈ પણ ઉમેદવારને તેના નામ દ્વારા અથવા મતવિસ્તારની વિગતોને આધારે શોધી શકાશે.
આ એપમાં જે તે ઉમેદવાર તેના ફોટો સાથે યુઝર સમક્ષ બતાવવામાં આવશે, જેમા તેની પાર્ટીનું નામ, આવેદન સ્ટેટસ અને મત વિસ્તારના નામની માહિતી બતાવવામાં આવશે. સાથે જ આ વિગતોની નીચે એક ગ્રીન કલરની લાઈનમાં પ Criminal Antecedents (ગુનાહિત ઈતિહાસ) લખેલું હશે. જો Criminal Antecedents સામે નો હોય તો તેનો અર્થ છે કે ઉમેદવારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને જો ક્રિમિનલ એન્ટેસિડન્ટ્સ સામે યસ લખેલું હોય તો તેનો અર્થ છે કે ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. કેવાયસી એપ દ્વારા 'યસ' વાળા ઉમેદવાર પર ક્લિક કરીને તેના ક્રિમિનલ રેકોર્ડ વિશે વધુ વિગતે જાણકારી મેળવી શકશે. ઉપરાંત, આ એપ્લિકેશનની મદદથી નામાંકન કરનાર કુલ ઉમેદવારો અને તેમાંથી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર ઉમેદવારોની કુલ સંખ્યા પણ મેળવી શકાશે.
ઉમેદવારોની સંપતિ અને દેવા વગેરેની વિગતો પણ આ કેવાયસી એપના માધ્યમથી ઉપલબ્ધ થશે, જેથી મતદારોને કોઈ ઉમેદવારોની બેનામી સંપત્તિ કે ભ્રષ્ટાચાર વિશે આકલન કરવાની સમજણ ઉભી થશે.
નોંધનીય છે કે, ભારતના ચૂંટણી પંચની જોગવાઈ મુજબ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ આ માહિતી ત્રણ વખત ટેલિવિઝન પર અખબારોમાં પ્રકાશિત કરવી અથવા જાહેર કરવી જરૂરી છે.
KYC એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો
Android: https://play.google.com/store/apps/details?id=com.eci.ksa
Apple ios: https://apps.apple.com/in/app/kyc-eci/id1604172836
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial