Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ર૯ : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-મહબૂબનગર વચ્ચે ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેન ર૪ જૂન, ર૦ર૪ સુધી મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશન સુધી જશે. સિકંદરાબાદ-મહબૂબનગર સેકશનમાં ટ્રેનોના ભારે ધસારાને કારણે રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જડચર્લા અને મહબૂબનગર વચ્ચેનું અંતર ૧૭ કિલોમીટર છે.
ટ્રેન નંબર ૦૯પ૭પ રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ર૯ એપ્રિલ-ર૦ર૪ થી ર૪ જૂન ર૦ર૪ દરમિયાન દર સોમવારે રાજકોટથી ઉપડશે અને જડચર્લા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન જડચર્લા-મહબૂબનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.ં એ જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૬ મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ ૩૦ એપ્રિલ ર૦ર૪ થી રપ જૂન ર૦ર૪ દરમિયાન દર રવિવારે મહબૂબનગરને બદલે જડચર્લા સ્ટેશનથી ઉપડશે. આ રીતે આ ટ્રેન મહબૂબનગર-જડચર્લા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial