Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂલાની ઝાળે દાઝી ગયેલા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા. ૨૯: કાલાવડના નાગપુર ગામના એક યુવાન ગઈકાલે સસરાના ઘેર કલ્યાણપુર આવ્યા હતા. ત્યાંથી તેમના પત્નીએ સાથે આવવાની ના પાડતા માઠું લાગી આવવાથી આ યુવાને ઝેરના પારખા કરી જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે ખંભાળિયામાં ચૂલાની ઝાળે દાઝી ગયેલા મહિલાનંુ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતા કેશુભાઈ વીસાભાઈ પરમાર (ઉ.વ.૨૪) નામના દેવીપૂજક યુવાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આવેલા પોતાના સસરાના ઘેર એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જ્યાંથી તેઓએ ગઈકાલે પરત પોતાના ગામ જવાની તૈયારી કરી પત્નીને સાથે આવવાનું કહેતા તેમના પત્નીએ સાથે આવવાની ના પાડી દીધી હતી. આથી માઠું લાગી આવતા કેશુભાઈએ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈરાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા વીસાભાઈ વજાભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
ખંંભાળિયામાં મહાપ્રભુજી બેઠક પાસે રહેતા નીતાબેન ધીરજલાલ ભોગાયતા (ઉ.વ.૩૦) નામના પરિણીતા શુક્રવારે સાંજે પોતાના ઘરે ફળીયામાં ચા બનાવવા માટે ચૂલો પેટાવતા હતા ત્યારે ચૂલાની જાળ તેમના દુપટ્ટામાં અડકી જતાં આ મહિલા દાઝી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા નીતાબેનનું મૃત્યુ નિપજ્યું છે. જીજ્ઞેશભાઈ ભોગાયતાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial