Advertisement
Author: નોબત સમાચાર

વહાણવટી સાથે મેતાજીએ કરી રૂ. ૪૩ લાખ ઉપરાંતની છેતરપિંડી

જુદા જુદા બેંક ખાતાની પાસબુકમાં પાડી દીધી એન્ટ્રી!

જામનગર તા. ૨૯: સલાયામાં વહાણવટાનો વ્યવસાય કરતા એક આસામી અને તેમના પરિવારના બેંક ખાતાઓની પાસબુકમાં પોતાની જાતે છેકછાક કરી એક શખ્સે રૂ. ૪૩ લાખ ઉપરાંતની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતા અને વહાણવટાના વ્યવસાય સાથે સંકળાયેલા હાજીજુનભાઈ હાજીમુસાભાઈ ગજણ (ઉ.વ.૭૩) સાથે ખંભાળિયાના વિશાલ નવીનચંદ્ર કિરતસાતા નામના શખ્સે રૂ. ૪૩,૯૪,૯૩૭ની ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ હાજીજુનભાઈના વહાણ વટાના વ્યવસાયનો હિસાબ કિતાબ રાખતા વિશાલે હાજીભાઈ તથા તેના પરિવારના સભ્યોના અલગ અલગ બેંક ખાતામાંથી નકલી સહી કરી રૂ. ૧૭,૫૧,૪૮૫ ઉપાડી લીધાની અને રૂ. ૨૬,૪૩,૪૫૨ જમા કરાવાયાની પાસબુકોમાં એન્ટ્રી પાડી નાખી હતી.

આ શખ્સે વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન ઉપરોક્ત છેતરપિંડી આચરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh