Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સેનાની જાસૂસીના પ્રકરણમાં નગરના શખ્સની એટીએસે કરી અટક

એક સીપાહીને વાયરસ મોકલી જાસૂસી કરાયાની શંકાઃ

જામનગર તા. ૨૯: જામનગરના એક શખ્સે ભારતીય સેનાની જાસૂસી કરાવવા માટે એક સીમકાર્ડ ખરીદી તેને આણંદ સુધી પહોંચે તે રીતે વ્યવસ્થા કરી હતી. આ શખ્સના એટીએસ અત્યંત ગુપ્તરાહે સગડ દબાવતી હતી. ઉપરોક્ત શખ્સ અંગે મજબૂત વિગતો મળતા ધસી આવેલી એટીએસે તેને ઉપાડી લીધો છે.

ભારતીય સેનાની એક્ટિવિટી જાણવા માટે જાસૂસી કરાતી હોવાની વિગતો રાજ્યની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને મળી હતી. જેના પગલે તેની અત્યંત ગુપ્તરાહે તપાસ શરૂ કરી એટીએસની ટીમ આ શખ્સોના પગેરા દબાવી રહી હતી.

તે દરમિયાન ભારતીય આર્મીની હરકત જાણવા માટે માલવેયર નામનો વાયરસ મોકલી તેનાથી જાસૂસીનો પ્લાન હોવાની વિગતો પણ એટીએસના ધ્યાનમાં આવી હતી અને તે એપ મોકલવા માટે મોબાઈલના સીમકાર્ડનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી તે સીમકાર્ડ પર તપાસની સોય તકાઈ હતી. જેમાં જામનગરના મહંમદશકલેસ ઉમરદાઉદ થૈયમ નામના શખ્સની સંડોવણી બહાર આવી હતી.

આ શખ્સને એટીએસની ટીમે ઉપાડી લીધા પછી પૂછપરછ કરતા આ શખ્સે કેટલાક સમય પહેલાં એક સીમકાર્ડ ખરીદ્યા પછી જામનગરના અસગર આજીદ મોદીને આપ્યાનું અને અસગરે તે સીમકાર્ડ ચાલુ કરાવી આણંદના લાભશંકર મહેશ્વરીને મોકલાવ્યાનું ખૂલ્યું છે. લાભશંકરે તે સીમકાર્ડના નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ શરૂ કર્યું હતું અને પોતાની બહેન મારફત પાકિસ્તાનમાં કિશોર સવાઈ નામના શખ્સને તે સીમકાર્ડ રવાના કર્યું હતું અને તે સીમકાર્ડના વોટ્સએપ પર જમ્મુ કાશ્મીરમાં આવેલા એરફોર્સ સ્ટેશનના એક સીપાહીને એકઝામ અપડેટ નામની ફાઈલ મોકલી માલવેયર વાયરસ મોકલાયાનું ખૂલ્યું છે.

જામનગરના મહંમદ શકલેસના સગડ એટીએમસ દ્વારા દબાવાતા હતા. તે દરમિયાન મહોર્રમ વખતે આ શખ્સ જામનગર આવ્યો હતો. તેનો પીછો કરી એટીએસ પણ દોડી આવી હતી પરંતુ મહંમદ શકલેસ હાથ આવ્યો ન હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh