Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૌટુંબિક જેઠ સાથે પ્રેમ થઈ જતાં ભણ્યા હતા પોબારાઃ
જામનગર તા. ૨૯: કાલાવડના વજીર ખાખરીયા ગામમાં એક વાડીમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મહિલા તથા તેના પ્રેમીને એએચટીયુની ટીમે પકડી પાડ્યા પછી ખૂલ્યા મુજબ મહેસાણાના વીજાપુરની આ મહિલા પોતાની અઢાર મહિનાની પુત્રી સાથે ઘર છોડીને પોતાના પ્રેમી અને કૌટુંબિક જેઠ સાથે ચાલી નીકળી હોવાનું ખૂલ્યું છે. પોલીસે પ્રેમી યુગલની અટકાયત કરી વિજાપુર પોલીસને કબજો સોંપ્યો છે.
કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં આવેલા ડાયાભાઈ ટપુભાઈ શિંગાળા નામના ખેડૂતના ખેતરમાં એક મજૂર દંપતી કામ કરવા આવ્યું હોવાની તથા તેમાં રહેલી મહિલા પોતાના વતનમાંથી ગુમ થયેલી હોવાની વિગતો જામનગર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઈ એન.ડી. સોલંકીને મળતા તેઓના વડપણ હેઠળ સ્ટાફના આર.કે. ગઢવી, આર.કે. ઝાલા, કિરણબેન મેરાણી, ભાવનાબેન સાબરીયા, ભયલુભા, પ્રદીપ ભંડેરી દોડી ગયા હતા.
તેઓએ ઉપરોક્ત વાડીમાં તપાસ કરતા ત્યાંથી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મેંદરાપુરા કોટડા ગામના એક મહિલા તથા તેમની ૧૮ મહિનાની પુત્રી અને મહેન્દ્ર ગાભાજી ઠાકોર મળી આવ્યા હતા. આ વ્યક્તિઓની પૂછપરછ કરાતા તે મહિલા પોતાની ૧૮ મહિનાની પુત્રી સાથે ગઈ તા.૨૨-૧૧-૨૩ના દિને ઘરેથી નીકળી ગયા પછી પોતાના કૌટુંબિક જેઠ સાથે પલાયન થઈ હોવાનું ખૂલ્યું છે.
આ મહિલા અને તેની પુત્રી ગુમ થયાની વિજાપુર પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવી હોવાનું બહાર આવતા તે મહિલા અને મહેન્દ્રની પૂછપરછ કરાઈ હતી. જેમાં ખૂલ્યા મુજબ આ મહિલા પોતાના પ્રેમી એવા કૌટુંબિક જેઠ સાથે ઘર છોડીને નીકળી ગઈ હોવાનું ખૂલ્યું છે. વિજાપુર પોલીસને તેની જાણ કરાતા ત્યાંની પોલીસ દોડી આવી હતી. તેઓને મહિલા તથા તેના પ્રેમીનો કબજો સોંપી અપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial