Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ર૯: આજે મ્યાનમારમાં ૪.રની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મ્યાનમારમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર સોમવારે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર સોમવારે રાત્રે ર-૧પ કલાકે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો. આ કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.
પૃથ્વીની અંદર ૭ પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે, જ્યાં આ પ્લેટો સૌથી વધુ અથડાય છે. તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે, જ્યારે દબાણ ખૂબ વધી જાય છે. ત્યારે પ્લેટો ચૂટવાનું શરૂ કરે છે. તેમના તૂટવાથી અંદર રહેલી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે. આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી કરવામાં આવી નથો, જો કે રિક્ટર સ્કેલ પર ૭.૦ કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. આ સ્કેલ પર ર કે તેથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સુક્ષ્મ ભૂકંપ કહેવામાં આવે છે જે મોટેભાગે અનુભવાતા નથી. ૪.પ ની તીવ્રતાનો ભૂકંપ ઘરોને નુક્સાન પહોંચાડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial