Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ-પડધરી વચ્ચે રિક્ષાને મોટરે ઠોકર મારતા મોવૈયા ગામના બે યુવાન ઘવાયા

મોટરચાલક સામે કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ૨૯: ધ્રોલ પડધરી વચ્ચે આકાશવાણી રેડિયો કેન્દ્ર નજીક ગયા સોમવારે સવારે એક રિક્ષાને રાજકોટ તરફથી આવતી મોટરે પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં મોવૈયા ગામના બે યુવાનને ઈજા થઈ છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામમાં રહેતા અલ્તાફભાઈ મામદભાઈ સંઘાર અને તેમના ભાઈ અકબર સંઘાર ગયા સોમવારે પડધરીથી જીજે-૩-બીએક્સ ૫૧૭૫ નંબરની રીક્ષામાં જામનગર મચ્છી લેવા માટે આવતા હતા.

તેઓ જ્યારે સવારે ચારેક વાગ્યે પડધરીથી જામનગર વચ્ચે આકાશવાણી રેડિયો કેન્દ્રના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી જીજે-૧૦- બીજી ૨૫૬૮ નંબરની અર્ટીગા મોટર ધસી આવી હતી. આ મોટરના ચાલકે ઠોકર મારતા રીક્ષા ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બંને ભાઈઓને ઈજા થઈ છે. મોટરચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh