Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેમિલી ફંકશનમાંથી પરત ફરતા કાળ આંબી ગયો
રાયપુર તા. ર૯: છત્તીસગઢમાં બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા ફેમિલી ફંકશનથી પાછા આવતા ૧૦ લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાના અહેવાલો છે. આ કરૂણ ઘટના પછી ભારે શોક સાથે આક્રંદના કારણે માહોલ ગમગીન બની ગયા છે. આ ઉપરાંત ઘાયલો પૈકી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
છત્તીસગઢના બેમતારામાં એક દુુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતાં જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હતાં. મૃતકોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ લોકો ફેમિલી ફંકશનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આ કરૂણાંતિકાના કારણે ભારે આક્રંદ તથા શોકનો માહોલ છવાયો છે.
આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. દરેક વ્યક્તિ એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી પાથરા પરત ફરી રહ્યા હતાં. આ દરમિયાન વાહનને પીકઅપ વાને ટક્કર મારી હતી. ટકકર એટલી જોરદાર હતી કે ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. તરત જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તે પછી કેટલાકને રાયપુર એઈમ્સમાં ખસેડાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝન લોકો ઘાયલ છે, જેમાંથી કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કલેકટર રણવીર શર્મા, એસપી રામકૃષ્ણ સાહુ અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial