Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી બાલા હનુમાનજીના સાંનિધ્યમાં
જામનગર તા. ર૯: જામનગરમાં શ્રી બાલા હનુમાનજીના સાંનિધ્યમાં શ્રી રામચરિત માનસ નવાન્દ પારાયણ (શ્રીરામ કથા) નું આયોજન આવતીકાલ, તા. ૩૦-૪-ર૦ર૪ થી તા. ૮-પ-ર૦ર૪ સુધી બપોરે ૩-૩૦ થી સાંજે ૭-૩૦ વાગ્યા દરમિયાન શ્રી સત્યનારાયણ મંદિર પાસે, તળાવની પાળે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના જાણીતા કથાકાર વિદુષી શ્રી અંજનાબેન રામાયણી તેમની સંગીતમય શૈલીમાં કથાનું મધૂર રસપાન કરાવશે.
આ શ્રીરામ કથાના પાવનકારી પ્રસંગોમાં આવતીકાલ તા. ૩૦-૪-ર૦ર૪ (મંગળવાર) ના સાંજે ૪ વાગ્યે શ્રી બાલા હનુમાન મંદિરથી કથા સ્થળ સુધી પોથી યાત્રા રાખવામાં આવી છે. વિશેષમાં શ્રી રામ કથા મહાત્મ્ય, તા. ૧ ના મા પાર્વતી તપશ્ચર્યા, તા. ર ના શિવવિવાહ, તા. ૩ ના શ્રી રામ જન્મ મહોત્સવ, તા. ૪ ના ધનુષ્ય ભંગ, તા. પ ના શ્રીરામ વિવાહ, તા. ૬ ના કેવટ પ્રસંગ, તા. ૭ ના શબરી પ્રસંગ તથા તા. ૮ ના શ્રીરામ રાજ્યાભિષેક યોજાશે. આ શ્રી રામ કથાના આયોજનમાં શ્રી બાલાહનુમાન રામધૂન ભક્ત મંડળ, ભાઈઓ તથા બહેનોનો સહકાર પ્રાપ્ત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial