Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૩૫,૩૭૦ રોકડા લેવાયા ઝબ્બેઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક પેટ્રોલપંપમાં ગુરૂવારની રાત્રે બાથરૂમ જવાના બહાને ઘૂસેલા શખ્સે રૂ. ૩૫,૩૭૦ રોકડા ટેબલમાંથી ઉઠાવી લીધા હતા. તે ગુન્હાની તપાસ શરૂ કર્યા પછી પોલીસે પુરેપુરી રકમ સાથે નવાગામ ઘેડમાં રહેતા એક શખ્સને પકડી પાડ્યો છે.
જામનગરના રણમલ તળાવની પાળ પર બાલા હનુમાન મંદિર નજીક આવેલા પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલપંપ માં ગુરૂવારે રાત્રે દીપકભાઈ છત્રાળા નામના કર્મચારી ફરજ પર હતા ત્યારે બાથરૂમ જવાનું બહાનુ બતાવી એક શખ્સ પેટ્રોલપંપની ઓફિસમાં ગયો હતો. તે પછી ઓફિસના ટેબલના ખાનામાંથી રૂ. ૩૫, ૩૭૦ રોકડા ઉઠાવી આ શખ્સ પલાયન થઈ ગયો હતો.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા પછી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાના વડપણ હેઠળ પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં સર્વેલન્સ સ્ટાફના શૈલેષ ઠાકરીયા, હિતેશ સાગઠીયાએ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના કેટલાક સીસી ટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં એક શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો અને આ શખ્સ પવનચક્કી પાસે હોવાની વિગત મળી હતી. ત્યાં દોડી ગયેલી પોલીસ ટીમે નવાગામ ઘેડની જાસોલીયા સોસાયટીમાં રહેતા ઈરફાન રશીદ દોદાઈ નામના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી તલાશી લેતાં તેના કબજામાંથી રૂ. ૩૫૩૭૦ રોકડા મળી આવ્યા હતા. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પેટ્રોલપંપની ઓફિસમાં હાથફેરો કર્યાની કબૂલાત આપી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial