Advertisement
Author: નોબત સમાચાર

પરેશ ધાનાણીએ પટેલ અને બાપુને હરખપદુડા કહેતા જાગ્યો નવો વિવાદ

રાજકોટ સંસદીય બેઠકના કોંગી ઉમેદવાર

રાજકોટ તા.      ર૯: લોકસભાના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીએ પટેલ અને બાપુને હરખપદુડા કહેતા નવો વિવાદ જાગ્યો છે. તેમણે કહ્યું કે, હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું. તમે બધા મને કાન પકડીને લાવ્યા છો. સાંસદ બનવા નહીં પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું. તે પછી તેમણે ગામઠી ભાષામાં કરેલા નિવેદન પછી નવો વિવાદ જાગ્યો છે.

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગોવાળિયા બની જાહેરસભાના મંચ પર પહોંચ્યા હતાં, ત્યાં સ્ટેજ પરથી તેમણે અલગ-અલગ નિવેદનો કર્યા હતાં.

ગત્ રાત્રિએ મરછાનગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, 'ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું'. પટેલિયાવ અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપના બી ને ૧૦ ડોલ પાણી પાઈ રહ્યા છે. વર્ષ ર૦૧પ માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો. બાપુ બચ્યા હતાં તો હવે ઝપટે ચડ્યા છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે હું રાજકોટનો અવાજ બનવા આવ્યો છું. સાંસદ બનવા નહીં, પણ સાથી બનવા રાજકોટ આવ્યો છું.

જાહેરસભામાં ગોવાળિયો બનીને પહોંચેલ પરેશ ધાનાણીએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો આભાર માન્યો હતો.

પરેશ ધાનાણીએ ગઈકાલે રાત્રે પટેલ અને ક્ષત્રિય સમાજ પર નિવેદન આપ્યું હતું. તેને લઈ ભાજપ નેતા ભરત બોધરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું કે, કોંગ્રેસ પોતાની માનસિક્તા રજૂ કરી રહી છે. દેશની શાંતિ ડોહળવા કોંગ્રેસના પ્રયાસ કોંગ્રેસે ક્યારેય દેશની ચિંતા નથી કરી. દેશ વિરોધી માનસિક્તાને જનતા જાણી ગઈ છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાનું અપમાન કરતું નિવેદન કર્યું. રાજા-રજવાડાઓએ પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી, કોંગ્રેસ કોને ખુશ કરવા નિવેદન આપે છે તે જનતા ઓળખી ગઈ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિથી સત્તામાં આવવા માગે છે.

રૂપાલથી જે ભૂલ થઈ તે અંગે તેમણે માફી માંગી. રૂપાલાજીએ ૩ વાર માફી માગી, પ્રદેશ અધ્યક્ષે પણ માફી માગી, ભૂલ થાય તો માફી માગવી જ જોઈએ, વાત સરખામણીની નથી, વાત દેશની અસ્મિતાની છે. રજવાડા જમીન પચાવી પાડે તે નિવેદન વખોડવાલાયક છે. આ નિવેદન દેશની જનતાનું અપમાન થયું છે, એમણે રાજા-મહારાજાની વાત કરી, નિઝામોની વાત ન કરી, તેમણે મોગલોની વાત નથી કરી રાજપૂત સમાજે વર્ષો સુધી અમને સહકાર આપ્યો છે.

અત્યારે આ નવો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને રૂપાલા પછી ગુજરાતમાં કોંગ્રેસના તેની સામે લડી રહેલા પરેશ ધાનાણીએ પણ જૂસ્સાભેર રાજકોટના ચૂંટણી પ્રચારમાં ઝંપલાવતા રાજકોટનો રાજકીય માહોલ વધુ ગરમાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh