Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા માહિતી કચેરીમાં કાર્યરત એમસીએમસી સેન્ટરની બે ઓબ્ઝર્વરની મુલાકાત

પેઈડ ન્યુઝ અને સોશ્યલ મીડિયા પર નજર રાખવા

જામનગર તા. ૨૯: જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઓબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે જામનગર એમસીએમસી સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લા માહિતી કચેરી પાસે કાર્યરત એમસીએમસી સેન્ટર પેઈડ ન્યુઝ એન્ડ સોશ્યલ મીડિયા પર ચુંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે નજર રાખી રહ્યું છે. તે સંદર્ભે તેમણે માહિતી મેળવી હતી.

લોકસભા સમાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત પેઈડ ન્યુઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશ્યલ મીડિયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-ર જામનગરમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની ૧ર જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઓબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી.

ઓબ્ઝર્વરે એમસીએમસી સેન્ટરમાં થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઈલેકટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશ્યલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પુરૃં પાડી નોડલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ સેન્ટર દ્વારા મોનીટરીંગની જે કામગીરી કરાઈ રહી છે તેની વિગતો એમસીએમસી નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા પાસેથી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧ર જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો ઓબ્ઝર્વરોને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોના મો.નં. ૯૦ર૩૩ ૮૦૩૪૧, પોલીસ ઓબ્ઝર્વર ઉત્તપલ કુમાર નાસ્કરના મો.નં. ૮૭૯૯૧ ૩૬૦૪૪ અને ખર્ચ ઓબ્ઝર્વર અવિજિત મિશ્રાના મો.નં. ૮૧૬૦૯ ૧૬પ૧૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નં. અનુક્રમે ર,૩ અને ૬ પર નાગરિકોને રૂબરૂ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરેને સવારે ૧૦ થી ૧૧ અને ખર્ચ ઓબ્ઝર્વરને સાંજેે ૪ થી પ ના સમય દરમિયાન સર્કિટ હાઉસમાં લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ રૂબરૂ મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh