Advertisement
Author: નોબત સમાચાર

ભારે વરસાદના કારણે શ્રીનગર-લેહ હાઈ-વે અને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે-બંધ

અફઘાનિસ્તાનથી સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

શ્રીનગર તા. ર૯ : જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ અને લેન્ડસ્લાઈડની ઘટનાઓના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તથા શ્રીનગર-લેહ હાઈ-વે બંધ કરાયા છે. વરસાદ અને હિમવર્ષાની સ્થિતિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાનની સ્થિતિ સર્જાઈ રહી છે, ભારત પર અફઘાનિસ્તાનથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ૧ અઠવાડિયા સુધી ગરમીનું મોજું રહેવાની શકયતા ઓછી છે, ત્યારે વાત કરીએ જમ્મુ-કાશ્મીરની તો અહીં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. વરસાદના કારણે નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે. તેમજ ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. સોનમર્ગમાં ૩ ઈંચથી વધુ તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે શ્રીનગર-લેહ હાઈવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝોજિલા, સાધના ટોપ, રાઝદાન પાસ, દાવર ગુરેઝ, તુલૈલા ગુરેઝ, માછિલ, કોંગદોરી, મુખ્ય ગુલમર્ગ, સિંથાન ટોપ અને મુગલ રોડ પર પણ હિમવર્ષા થઈ છે.

હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી થોડા દિવસો દરમિયાન વધુ વરસાદ અને ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગે મંગળવારની મોડી બપોરથી બુધવારે સવાર સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યકત કરી છે. હવામાન વિભાગે એવી પણ આશંકા વ્યકત કરી છે કે અચાનક પૂર, કરા અને ભારે પવન અને ગાજવીજ વરસાદ પડી શકે છે. લોકોને ૧ મે સુધી જમ્મુ-શ્રીનગર હાઈવ ેપર મુસાફરી કરવાનું ટાળવા માટે ઘણી અપીલ કરવામાં આવી છે, અને હાલ તુરત આ નેશનલ હાઈ-વેુ પર બંધ કરાયો હોવાનું જાણવા મળે છે.

કાશ્મીરમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે લોકોને ખાતરી આપી હતી કે હાલમાં કાશ્મીરમાં પૂરનો કોઈ તાત્કાલિક ખતરો નથી. વિભાગ સક્રિયપણે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કહ્યું કે આ સમયે ગભરાવાની જરૂર નથી. જેલમ નદી અને અન્ય જળાશયોમાં પાણીના સ્તરનું પ્રતિ કલાકના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે છે. અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh