Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧૩પ૧ ઉમેદવારોનું ભાવિ ઘડાશેઃ ગુજરાતની રપ બેઠકોનો સમાવેશઃ
નવી દિલ્હી તા. ર૯: ૭ મી મે ના દિવસે ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત ૧ર રાજ્યોની ૯૪ બેઠક પર ૧૩પ૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. એડીચોટનું જોર લગાવ્યું છે.
લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે. બે તબક્કાના મતદાન પછી ૧૯૧ બેઠકો પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ધીરે-ધીરે ચૂંટણી આગળ વધી રહી છે ત્યારે તમામ રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. હવે ૭ મી મેના ૯૪ બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં થવાની સંભાવના છે.
આ તબક્કામાં ગુજરાત સહિત ૧ર રાજ્યો અને કેન્દ્રશાસતિ પ્રદેશોની ૯૪ લોકસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે ૧૩પ૧ ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. આ તબક્કામાં આસામની ૪, બહિષ્કારમાં પ, છત્તીસગઢમાં ૭, મધ્યપ્રદેશમાં ૯, મહારાષ્ટ્રમાં ૧૧, દાદરાનગર હવેલી અને દીવ-દમણમાં ર-ર સીટ, કર્ણાકની બાકી રહેલી ૧૪ સીટ, જમ્મુ-કાશ્મીરની ૧ સીટ, પશ્ચિમ બંગાળની ૪, ગુજરાતની રપ અને ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતની સુરત સીટ પરથી બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ રીતે જીત્યા છે. તેથી ગુજરાતમાં ર૬ ની બદલે રપ સીટ પર જંગ જામશે.
હાલ ત્રીજા ચરણની ચૂંટણીને લઈને રાજકીય દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ ૧૩ રાજ્યોની ૮૮ બેઠક પર બીજા તબક્કાનું મતદાન ર૦૧૯ ની ચૂંટણી કરતા ઓછું થયું છે. આ વખતે આ સીટો પર ૬૮.૪૯ ટકા મતદાન થયું છે, જ્યાં ત્રિપુરામાં સૌથી વધુ ૭૯.૬૬ ટકા મતદાન, જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું પ૪.૮પ ટકા મતદાન નોંધાયું છે, જો કે ત્રીજા તબક્કામાં ૭ મે ના ૯૪ બેઠકો પર મતદાન થશે.
ગુજરાતમાં તમામ રપ સીટ પર ચૂંટણી યોજાશે, જેમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે, જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામશે. આ વખતે આપએ ચેતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે, જ્યાં તેઓ ભાજપાના મનસુખ વસાવા સામે ચૂંટણી લડશે, જો કે આઈએનડીઆઈ બ્લોકના સીટ શેરિંગના કારણે કોંગ્રેસના બદલે આ સીટ આપના ફાળે ગઈ છે. ગાંધીનગરથી બીજેપીના નેતા અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો જામનગર બેઠક પરથી ભાજપે પૂનમબેન માડમ અને કોંગ્રેસે જે.પી. મારવિયાને ટિકિટ આપી છે. નવસારી પરથી સી.આર. પાટીલ ભાજપ તરફથી ચૂંટણી લડશે જેમનો સામનો કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ સાથે થશે. પોરબંદર બેઠક પર બીજેપીના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા સામસામે છે, જ્યારે આ વખતે રાજકોટની સીટ ખૂબ ચર્ચિત રહી છે. બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે ર૬ એ ર૬ સીટ ભાજપના ખાતમાં જશે કે રેકોર્ડ તૂટશે.
ત્રીજા તબક્કા માટે રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દરરોજ બેથી ત્રણ રોડ શો અને જાહેરસભા યોજી રહ્યા છે. જે-તે રાજકીય પક્ષોનાસ્ટાર પ્રચારકો ઉમેદવારોના સમર્થનમાં મતદારોને મતની અપીલ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. તા. બીજી મે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરના પ્રવાસને લઈને પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial