Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના હોમગાર્ડઝ જવાનનું હૃદયરોગના હુમલાથી થયું મૃત્યુ

મંદિરમાં અચાનક જ પડી ગયાઃ

જામનગર તા. ૨૯: ખંભાળિયામાં મુખ્ય બજારમાં આવેલા હરસિદ્ધિ મંદિરે આજે સવારે નોકરીએ જતા પહેલા દર્શન કરવા આવેલા હોમગાર્ડ જવાન પડી ગયા પછી મોતને શરણ થયા છે. આ યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

જામખંભાળિયાની હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા હેમલભાઈ બળવંતરાય દવે (ઉ.વ.૪૨) નામના યુવાન આજે સવારે ફરજ પર જતા પહેલાં હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા જ્યાં કોઈ રીતે તેઓ પડી જતાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપભાઈ સહિતના જવાનો હોસ્પિટલ ધસી ગયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh