Advertisement
Author: નોબત સમાચાર

જ્ઞાતિના પ્રસંગમાં જવા ઈચ્છતા મહિલાએ પંખામાં દુપટ્ટા વડે ખાઈ લીધો ગળાફાંસો

દુખાવો સહન ન થતાં વૃદ્ધે ઝેરી ટીકડા ગળી લીધાઃ

જામનગર તા. ૨૯: જામનગરના એક યુવાને અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે જ્ઞાતિના પ્રસંગમાં જવા ઈચ્છતા પરિણીતાને પતિએ કામ પતાવીને જવાનું કહેતા આ મહિલાએ ગળાટૂંપો ખાઈ લીધો છે. ભગત ખીજડિયા ગામના વૃદ્ધે દુખાવો સહન ન થતાં ટીકડા ગળી લીધા છે.

જામનગરના રણમલ તળાવના બ્યુટીફિકેશનના ગેઈટ નં.૧ પાસે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ સામે રહેતા જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ દામા નામના ૩૫ વર્ષના યુવાને કોઇ અકળ કારણસર ઝેવી દવા પી લીધી હતી. આ યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી શનિવારે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પિતા અરવિંદભાઈ શંકરલાલે પોલીસને જાણ કરી છે.

જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા જેસીઆર મોલ પાછળની સેન્ટોઝા ગ્રીન સોસાયટીમાં રહેતા સુનિલભાઈ કાનજીભાઈ કછટીયા નામના સતવારા યુવાનના પત્ની માનસીબેન (ઉ.વ.૨૫)ને પોતાની જ્ઞાતિનો એક પ્રસંગ હોવાથી તેમાં જવા દેવા માટે પતિ સુનિલભાઈને કહ્યું હતું પરંતુ સુનિલભાઈએ ઘરનું કામ બાકી છે તે કરીને સાથે જઈશું તેમ કહેતા માઠું લાગી આવવાથી માનસીબેને શનિવારે સવારે અગિયારેક વાગ્યે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ મહિનાનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. પતિ સુનિલભાઈએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતા અલીભાઈ ઈસ્માઈલભાઈ સવણ (ઉ.વ.૬૮) નામના વૃદ્ધને થોડા સમયથી ગોઠણ તથા કમરના મણકામાં દુખાવો થતો હોવાથી અલીભાઈ નાસીપાસ થઈ ગયા હતા. દુખાવો સહન થતો ન હોવાથી આ વૃદ્ધે ગઈ તા.૯ની રાત્રે કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા. સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલા અલી ભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અમીન સવણે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh