Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમની કલ્યાણપુર તાલુકામાં મહેર સમાજ તથા સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક

૧ર-જામનગર લોકસભા બેઠકના

જામનગર તા. ર૯: ૧ર-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમેબ માડમે કલ્યાણપુર તાલુકાનો ચૂંટણી પ્રચાર પ્રવાસ કરી ત્યાં મહેર સમાજ તથા સતવારા સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી વાર્તાલાપ કર્યાે હતો.

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને બન્ને સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત સન્માન કરી આવકાર્યા હતાં.

આ પ્રસંગે યોજાયેલી સંવાદ બેઠકમાં પૂનમબેન માડમે સંબોધન કરી આ વખતની ચૂંટણી ભારતના ર૦૪૭ સુધીના વિકાસના સંકલ્પને મૂર્તિમંત કરવાનો અવસર હોય, મતદારોને અને બન્ને સમાજના આગેવાનોને સતત ત્રીજી વખત કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તાનું સુકાન સોંપવા અપીલ કરી હતી.

રાષ્ટ્ર સમર્પિત ભાજપને ભારતની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રચંડ સમર્થન અને સહકાર આપવા વધુમાં વધુ મતદાન કરવા અને જામનગર બેઠક પરથી એક કમળની ભેટ ધરવા આહ્વાન કર્યું હતું. ૭ મી તારીખે મતદાનના દિવસે કમળના નિશાન ઉપર મતદાન કરી મજબુત અને સંપૂર્ણ બહુમતિની સરકાર રચવા માટે પણ પૂનમેબ માડમે સૌને અનુરોધ કર્યાે હતો.

આ ચૂંટણી પ્રવાસ અને બેઠકો દરમ્યાન રાજ્યના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઈ ભોચીયા, પરબતભાઈ વરૂ, માલદેભાઈ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઈ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઈ અદ્રેજા, કરશનભાઈ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તાલુકા પંચાયત પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ ડી. એલ. પરમાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઈ ડાભી, મનજીભાઈ પરમાર સહિત સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ટીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh