Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામા પક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદઃ
જામનગર તા. ૨૯: જામનગરના રણજીતસાગર રોડ પર મહાવીરનગરમાં શનિવારે સવારે જામ્યુકોના સેનેટરી ઈન્સ્પેક્ટર પર એક સફાઈ કામદાર મહિલા તથા તેના પતિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સામાપક્ષે મહિલાના પતિએ પણ હુમલો કર્યાની સેનેટરી ઈન્સ્પેક્ટર સામે રાવ કરી છે.
જામનગર મહાનગર પાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને નિલકંઠનગરમાં રહેતા ચિરાગભાઈ નાનજીભાઈ સોલંકી શનિવારે સવારે નવેક વાગ્યે મહાવીરનગરમાં પોતાની ફરજ પર હતા ત્યારે તેઓએ મહિલા સફાઈ કામદાર વીણાબેન ધનજીભાઈ વાઘેલાને તેમના પતિ રવિ જયંતીભાઈ ચુડાસમા સાથે મોટરસાયકલ પર જતા જોયા હતા. ત્યારે ચિરાગભાઈએ તેઓને રોકી વીણાબેનને પૂછ્યું હતું કે, તમારી નોકરી અહીં નથી તેમ છતાં અહી કેમ આવ્યા છો? તેથી વીણાબેને દવાખાને જતા હોવાનું કહ્યું હતું આથી ચિરાગભાઈએ દવાખાને જઈ આવો અને પછી ડોક્ટરનો કાગળ મને બતાવજો તેમ કહેતા ઉશ્કેરાયેલા વીણાબેન તથા તેના પતિ રવિ જયંતીભાઈ ચુડાસમાએ ગાળો ભાંડી હુમલો કર્યો હતો અને ત્યાં પડેલો પથ્થર ઉપાડી રવિ જેન્તીભાઈએ માથામાં ઝીંકી દીધો હતો. આ બાબતની ચિરાગભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
આ ફરિયાદની સામે હર્ષદ મિલની ચાલી પાસે મહાવીર નગરમાં રહેતા રવિ જયંતીભાઈ ચુડાસમાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર ચિરાગ નાનજીભાઈ સોલંકી પાસે તેમના પત્ની વીણાબેન દવાખાને જવા માટે રજા લેવા આવ્યા હતા ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર તમારે રજાનું રોજનું થયું, રજા માંગો છો એના કરતાં નોકરી જ મૂકી દો તેમ કહી રવિ જયંતીભાઈને લાત મારી ઢીકાપાટુ વરસાવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial