Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્રના વર્તુળો આ રિપોર્ટને ફાયનલ ગણાવતા નથી...!
ખંભાળિયા તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૦ર૩ માં તત્કાલિન જિલ્લા કલેક્ટર શ્રી અશોક શર્મા કે જેમના માર્ગદર્શનમાં દ્વારકાના યાત્રાધામ સોમનાથનું વિસ્તૃતિકરણ તથા વિકાસ થયેલો તેમની આગેવાનીમાં દ્વારકા કોરિડોર બનાવવાનું જ ે આયોજન થયું હતું તેનું રિપોર્ટીંગ તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોકલાયેલ અહેવાલ વાયરલ થઈ જતા દ્વારકા જગત મંદિરના આસપાસ વિશાળ માત્રામાં ખાનગી જમીનોનો પણ આ વિકાસ કોરિડોરમાં કબજો લેવાય તેવું હોય, દોડધામ મચી ગઈ છે.
દ્વારકા કોરીડોરમાં દ્વારકામાં વિશ્વની સૌથી ઊંચી શ્રીકૃષ્ણની પ્રતિમા રાખવાની સાથે દ્વારકા સાથે જોડાયેલા વિવિધ વિકાસનું આયોજન હાથ ધરવામાં આવશે જેમાં દ્વારકાનું જગતમંદિર, ગોમતી ઘાટ, લાઈટહાઉસ, નાગેશ્વર, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, બેટદ્વારકા મંદિર, ભડકેશ્વર મંદિર તથા સન સેટ પોઈન્ટ, શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે બેટદ્વારકાના મંદિરના વિકાસ સોમનાથ મોડેલ પ્રમાણે બનનાર છે, જેમાં સોમનાથ મંદિરની આસપાસનો તમામ વિસ્તાર મંદિર માટે તંત્રએ કબજે કરેલો છે. તેવું જ થશે અને વિશાળ વિસ્તારમાં વિકાસ થશે. નજીકનો વિસ્તાર કે જેમાં હાલના વિકાસ આયોજન માટે કુલ પ૦.૯૬ એકર જમીનની જરૂરિયાત છે. જેમાં ૩૧.૯૩ ગોમતી ઘાટની જમીનો પુરાણ કરીને ત્યાં વિકાસ કામો થશે. જ્યારે ૬/૭૭ એકર સરકારી જમીનો છે, જ્યારે ૧ર.રપ એકર ખાનગી જમીનો છે જે કબજે કરવા જમીન સંપાદન થશે.
કુલ ૬૮પ મિકલતો આ દ્વારકા કોરિડોરમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. જેમાં પ૩૪ ખાનગી મિલકતો છે જેના સર્વે નંબર માલિક ક્ષેત્રફળ સાથેના પ્લાન પણ બની ગયેલા છે. ખાનગી લોકોની ૪૦ હજાર ચો.મી. જગ્યા જમીન સંપાદન થશે.
દ્વારકા જગતમંદિરમાં વિશાળ વિકાસ સાથે વિશ્વની સૌથી ઊંચી શ્રીકૃષ્ણની પ્રતિમા, બુઈંગ ગેલેરી કડી ઈમરસન સેન્ટર, વોક-વે સાથે શ્રીકૃષ્ણના જીવન દર્શન સંબંધીત આર્ટ ગેલેરી, સમુદ્રમાં પારદર્શક ટ્યુબ સાથે અવશેષો દર્શન, વોલ પેઈન્ટીંગ, ભોજનશાળા, યજ્ઞશાળા, યાત્રી નિવાસ, પૂજન શાળા, સંકીર્તન હોય સહિતની સુવિધાઓ ઊભી થશે.
દ્વારકા કોરિડોરનું આયોજન કરવાના સંદર્ભમાં તત્કાલિન જિલ્લા કલેક્ટર શ્રી અશોક શર્મા દ્વારા, વારાણસી તથા વૃંદાવનની મુલાકાત પણ લેવામાં આવી હતી તથા વિસ્તૃત અહેવાલ પણ સરકારને સોંપાયો હતો.
સોશ્યલ મીડિયામાં આ વિકાસ પ્લાન વાયરલ થતા તેમાં ઠગલાબંધ ખાનગી માલિકોની જમીનો આવી જતી હોય, ભારે દોડધામ મચી ગઈ છે, જો કે આ બાબતે એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ કે આ નક્શા પ્લાન જે સરકારમાં મંજુરી માટે મોકલાયેલ છે તે જેટલું મંજુરી થાય તે પ્રમાણે હાલના નક્શામાં વધારો-ઘટાડો પણ થઈ શકે. ખાનગી મિલકતો મંદિર નજીકના એરિયામાં જે જરૂરી અને લેવી ફરજિયાત છે તે જમીન સંપાદન કબજે તેમને સરકારશ્રી તરફથી મળતું વળતર આપીને લેવામાં આવશે. હાલ જે આયોજન જાહેર થયું છે તે ફાયનલ નથી.
જિલ્લા કલેક્ટર શ્રી પંડ્યા દ્વારા પણ આ નક્શા સત્તાવાર રીતે નક્કી કર્યા હોવાની ના જણાવાય છે તથા હાલ દ્વારકા કોરિડોરનું આયોજન થઈ રહ્યું છે હજુ કંઈ ફાયનલ નથીનું જણાવ્યું હતું.
જે નક્શો જાહેર થયેલ છે તેમાં તથા હાલ મંદિર નજીક વિકાસ માટે જરૂરી જમીનો કે જ્યાં રહેણાંક ઘરો, હોટલો આવેલ છે તે પૈકી અનેકના સ.નં. આ વિકાસ કોરિડોરમાં આવી જવાની પણ પૂર્ણ સંભાવના છે.
એક અધિકારીએ જણાવેલ કે જ્યાં રોજ એકાદ લાખ માણસ તહેવારોમાં ભેગા થતા હોય ત્યાં માણસોને ઉભવાની દર્શન માટે વિશાળ જગ્યાની તો જરૂર પડે જ ને?
દ્વારકાનો વિકાસ પ્લાન સમગ્ર જિલ્લામાં ચર્ચાને પાત્ર બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial