Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન દ્વારકાધીશ અંગેની ટિપ્પણી દુઃખદઃ સખ્ત શબ્દોમાં વખોડું છું: સાંસદ પરિમલભાઈ નથવાણી

સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા પુસ્તકમાં કરાયેલી

દ્વારકા તા. ર૭: રાજ્યસભાના સાંસદ અને દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી આજે દ્વારકાની મુલાકાતે પધાર્યા હતાં.

જગદ્ગુરુ શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન કર્યું હતું તેમજ દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતાં. તેમની સાથે રિલાયન્સ પરિવારના મનોજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે પત્રકારો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અંગે કરેલી ટિપ્પણીઓ અંગે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ અંગે આ પ્રકારની ટિપ્પણીઓ ખૂબ જ દુઃખદ છે. જેને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના સ્વામીઓની આ પ્રકારની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમને ભગવાન દ્વારકાધીશમાં વિશ્વાસ નથી, પણ દ્વારકામાં દ્વારકાધીશ હાજરહજુર છે, અને દેશ-વિદેશના કરોડો ભક્તોના આરાધ્ય દેવ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh