Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતના કેસમાં થઈ છે એક વર્ષની સજાઃ
જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાની સિક્યુરિટી શાખાના એક કર્મીને રૂ.૪ લાખના ચેક પરતના કેસમાં સજા થતાં તેની ધરપકડ કરી જેલહવાલે કરાયા પછી આ કર્મચારીએ સારી વર્તણૂક અંગે નિયમોનો ભંગ કર્યાે હોય મ્યુનિ કમિશનરે આ શખ્સને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે. જામનગર મહાનગર પાલિકાની સિક્યુરિટી શાખામાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઈદ્રીશ મામદભાઈ માંઢાત સામે વર્ષ ૨૦૨૧માં રૂ.૪ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો. તે પછી સજાની અમલવારી માટે વોરંટ કાઢવામાં આવતા ગઈ તા.ર૧ના દિને આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરાયો હતો. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના નિયમ મુજબ આ શખ્સે સારી વર્તણૂકનો ભંગ કર્યાે હોવાથી તેની સામે મ્યુનિ. કમિ. ડી.એન. મોદીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial