Advertisement
Author: નોબત સમાચાર

હોસ્પિટલો, નર્સિંગ હોમ, પરીક્ષણ કેન્દ્રો વિગેરેએ ફરજીયાતપણે કેન્દ્ર સરકાર કાયદાનું પાલન કરવું પડશે !

કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં

નવીદિલ્હી તા. ૨૭: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બધી હોસ્પિટલો માટે પ્રમાણિત બિલ ફોર્મેટ રજૂ કરશે, જેમાં સારવાર ખર્ચની સ્પષ્ટ અને વિગતવાર વિગતો આપવી ફરજિયાત રહેશે. આ કવાયતનો હેતુ હોસ્પિટલોના બિલિંગમાં થતી અનિયમિતતા અને મનસ્વીતાને રોકવાનો હોવાનું જણાવાયું છે.

કેન્દ્ર સરકાર દેશભરની હોસ્પિટલો, ર્નસિંગ હોમ અને પરીક્ષણ કેન્દ્રોમાં બિલિંગ પ્રક્રિયાને પારદર્શક અને સમાન બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે, સરકાર ટૂંક સમયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ માટે એક પ્રમાણિત બિલિંગ ફોર્મેટ રજૂ કરશે. આમાં સારવાર ખર્ચની સ્પષ્ટ અને વિગતવાર વિગતો આપવી ફરજિયાત રહેશે.

આ કવાયતનો હેતુ હોસ્પિટલોના બિલિંગમાં થતી અનિયમિતતા અને મનસ્વીતાને રોકવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવું બિલિંગ ફોર્મેટ ભારતીય માનક બ્યુરો અને આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી રહૃાું છે. ગયા વર્ષે આ પ્રક્રિયા શરૂ થઈ હતી અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, દર્દી સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કર્યો હતો.

નવા ડ્રાફ્ટમાં બિલમાં સમાવિષ્ટ ફરજિયાત અને વૈકલ્પિક બાબતો પણ નક્કી કરવામાં આવી છે. આનાથી દર્દીઓને તેમના પૈસા કયાં વાપરવામાં આવ્યા તે સમજવામાં સરળતા રહેશે. આ નવા ફોર્મેટના અમલીકરણથી દર્દીઓને ઘણા ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ થશે કે તેમને તેમના બિલના દરેક ભાગને સમજવાની તક મળશે. હવે, ઘણી વખત બિલમાં એક સાથે રકમ લખવામાં આવે છે, જેમાં એ નથી જણાવવામાં આવતું કે કયા પૈસા પર કેટલા ખર્ચ થયા.

નવા નિયમ હેઠળ, જો જરૂર પડે તો તેઓ બિલ ચકાસી શકશે અને ખોટા શુલ્ક વસૂલવામાં આવે તો ફરિયાદ કરી શકશે. આમાં દરરોજ રૂમ ભાડું, રૂમનો પ્રકાર, તારીખ, સમય, ડોક્ટર અને નિષ્ણાત પરામર્શ ચાર્જ, સર્જરી ચાર્જ, સર્જન ચાર્જ, એનેસ્થેસિયા ચાર્જ, ઓપરેશન થિયેટર ચાર્જ, દરરોજ કરવાના તમામ પરીક્ષણોની યાદી (રક્ત પરીક્ષણ, એક્સ-રે, એમઆરઆઈ) જેવા તમામ ચાર્જનું સ્પષ્ટ વિભાજન શામેલ હશે.

તે ઉપરાંત વિતરણ કરાયેલી દવાઓની યાદી, દરેક દવાનો જથ્થો અને કિંમત, બેચ નંબર અને સમાપ્તિ તારીખ, તબીબી ઉપભોગ્ય વસ્તુઓ અને નિકાલજોગ વસ્તુઓ, સિરીંજ, ગ્લોવ્સ, કેથેટર વગેરે જેવી વસ્તુઓ, દરેક વસ્તુનો જથ્થો અને કિંમત, બેચ નંબર અને સમાપ્તિ તારીખ અને નર્સિંગ ચાર્જ પણ સામેલ હશે. તદ્પરાંત સંબંધિત ડોકટરોનો હોદ્દો, મુક્તિ અથવા છૂટછાટો, કટોકટી સંપર્કો અથવા અન્ય મહત્વપૂર્ણ તબીબી માહિતી જેવી વિગતો પણ સામેલ હોઈ શકે છે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh