Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘણાં શહેરો તથા ગામડાઓ માત્ર નર્મદા પર નિર્ભર છે ત્યારે
ખંભાળિયા તા. ર૭: વર્ષો જુની સૌરાષ્ટ્રની નર્મદા લાઈન એપ્રિલ માસમાં રીપેરીંગ માટે બંધ થવા સંભાવના હોવાથી સંખ્યાબંધ ગામો અને કેટલાક શહેરોમાં પીવાના પાણીની મુશ્કેલી વધી શકે છે.
ગુજરાતમાં અનેક સ્થળો પર વરસાદ તો પડે છે, પણ કેટલાયે સ્થળે પીવાના પાણીની સ્થિતિ માટે નર્મદાના પાણી પર આધાર રાખવાનો થતો હોય, નર્મદાના પાણી ચોમાસા પહેલાના સમયમાં ભારે ઉપયોગી સાબિત થાય છે, તો અનેક ગામો-શહેરોમાં છેલ્લે વરસાદના આગમન સમયે નર્મદાનું પાણી જ આધારરૂપ થાય છે. ત્યારે સરકાર દ્વારા વર્ષોથી સૌરાષ્ટ્ર વિસ્તારની નર્મદા લાઈનો અનેક સ્થળે જર્જરિત તથા ગાબડા પડ્યા હોય, એક સાથે એકાદ માસ સુધી લાઈનો બંધ રાખીને રીપેરીંગ કરવાનું આયોજન કરતા તથા આ પાઈલાઈન બંધ રહે તે સમયમાં પીવાના પાણી માટે ગામોને આયોજન માટે જણાવાયું પણ છે.
ઉલ્લેખનિય છે કે, દ્વારકા જિલ્લામાં પણ દ્વારકા, ઓખા, રાવલ, ભાણવડ સહિતના અનેક વિસ્તારો એવા છે કે ચોમાસામાં માત્ર નર્મદાના પાણી જ સહાયરૂપ થાય છે, તો ઢગલાબંધ ગામડાઓમાં પણ નર્મદાનું જ પાણી સહાયરૂપ થાય છે ત્યારે આ મુદ્દો એપ્રિલ પછી મે માસમાં ગંભીર થવા શક્યતા છે, તો વર્ષોની પાઈપલાઈનોનું એકસાથે સામૂહિક રીપેરીંગ કરવું પણ અત્યંત જરૂરી હોય, આ કાર્ય પણ ખૂબ જ જરૂરી છે, જ્યારે આગામી સમયમાં નર્મદાનું પાણી અનેક ગામોમાં મહત્ત્વપૂર્ણ થશે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial