Advertisement
Author: નોબત સમાચાર

ચાર સંતાનોની નિર્મમ હત્યા કરીને પિતાએ ગળેફાંસો ખાધો

ઉત્તર પ્રદેશની હૈયુ હચમચાવે તેવી ઘટના

લખનૌ તા. ૨૭: ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ૪ બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળેફાંસો ખાધો હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. મૃતકોની ઉંમર ૧૦ વર્ષ, ૮ વર્ષની બાળકી, ૭ અને ૫ વર્ષનો છોકરો સામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ મૃતકોની ડેડબોડીને કબજે કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શાહજહાંપુરના માનપુર ચચરી ગામની છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ હતો. મોડી રાત સુધી રાજીવે પોતાની ૧૩ વર્ષની પુત્રી સ્મૃતિ, ૯ વર્ષની પુત્રી કીર્તિ, ૭ વર્ષની પુત્રી પ્રગતિ અને ૫ વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી છે.

હત્યાને અંજામ આપ્યા પછી રાજીવે પોતાને ગળે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહૃાું છે કે તેની પત્ની પીયર ગઇ હતી અને તેના પિતા ઘરની બહાર સૂતા હતા. સવારે જ્યારે તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો, ત્યારબાદ દરવાજો તોડીને અંદર પહોંચ્યા તો ત્યાં આ દૃશ્ય જોઇ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh