Advertisement
Author: નોબત સમાચાર

હાલાર પંથકની સૌથી મોટી-સંપૂર્ણ સુવિધાથી સજ્જ 'આયુષ કેન્સર હોસ્પિટલ'નું તા. ૬ એપ્રિલે ઉદ્ઘાટન

કેન્સર હોસ્પિટલમાં જરૂરી તમામ અતિ આધુનિક સાધનો, નિષ્ણાત તબીબોની ટીમ, સંલગ્ન તમામ સુવિધાઓ ઉપલબ્ધ

જામનગર તા. ર૭: જામનગમાં સમર્પણ હોસ્પિટલના પરિસરમાં વિશાળ બિલ્ડીંગમાં તા. છઠ્ઠી એપ્રિલથી સમગ્ર હાલાર પંથકની સૌથી મોટી અને સંપૂર્ણ સાધન-સુવિધાથી સજ્જ આયુષ કેન્સર હોસ્પિટલનો આરંભ થઈ રહ્યો છે.

એક કેન્સર હોસ્પિટલમાં જે જે સાધન સુવિધા, સ્ટાફ જોઈએ તે તમામ બાબતોની ચીવટ સાથે આયુષ કેન્સર હોસ્પિટલ કેન્સરના દર્દીઓના નિદાન-સારવાર માટે સજ્જ છે.

આ હોસ્પિટલમાં મોઢા-ગળાના કેન્સર, સ્તનનાકેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, ફેંફસાના કેન્સર સહિત અન્ય અંગોમાં થતા કેન્સરનું સચોટ નિદાન કરવાની તથા તેની અતિ આધુનિક સાધનો સાથે સારવાર, ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તમામ પ્રકારના કેન્સરના રોગ માટે જે તે વિષયના નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની ટીમની ઉત્તમ સારવાર-સેવા મળશે.

આ હોસ્પિટલમાં કેન્સર સારવારના મુખ્ય વિભાગો જેમ કે રેડીએશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કેન્સર સ્ક્રીનીંગ, સર્જિકલ આઈસીયુ, પેલીએટીવ કેર, પેઈન મેનેજમેન્ટ એક જ છત નીચે પ્રદાન કરવામાં આવશે.

આ હોસ્પિટલમાં અતિ કિંમતી એવું હાલારમાં સૌ પ્રથમ આધુનિક રેડીએશન થેરાપી (શેક) મશીન છે, જે ખૂબ જ ચોક્કસાઈપૂર્વક અને તિવ્ર અસરકારક્તા સાથે કેન્સરના કોષોનો અન્ય અંગો/કોષોને હાનિ પહોંચાડ્યા વગર નાશ કરે છે.

આ ઉપરાંત અદ્યતન કીમો થેરાપી વોર્ડ, પાંચ મોડ્યુલર ઓપરેશન થીએટર, ર૭ સર્જિકલ આઈસીયુ બેડ, મેમોગ્રાફી, કોલપોસ્કોપી, અને એન્ડોસ્કોપી યુનિટ, પેથોલોજી, રેડિયોલોજી, અને ફૂલ ફ્લેજડ્ ફાર્મસી ઉપલબ્ધ છે. અહીં મોઢાના કેન્સરની તપાસ માટે સૌ પ્રથમ વખત સ્માર્ટ સ્કોપ દ્વારા તપાસ/નિદાનની સુવિધા છે.

આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે છ કેન્સર નિષ્ણા ડોક્ટરો, ૧૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓની ટીમ ચોવીસ ર૭ ના ધોરણે સેવા માટે સજ્જ છે.

આ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા તમામ પ્રકારના મેડિકલેપના માધ્યમથી ઉપલબ્ધ છે. તેમજ આયુષમાન કાર્ડ ધરાવતા દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે માર્ગદર્શનની વ્યવસ્થા છે. આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્સરની નિઃશુલ્ક સારવાર જરૂરિયામંદ દર્દીઓને મળી શકશે.

આ હોસ્પિટલનો ઉદ્ઘાટન સમારોહ તા. ૬-૪-ર૦રપ ના દિને યોજાનાર છે. જેમાં રાજ્યના મંત્રીઓ, સંસદસભ્ય, ધારાસભ્યો, સંતો-મહંતો, આરોગ્ય ક્ષેત્રના આગેવાનો, નામાંકીત કેન્સર નિષ્ણાતો, શહેરના આગેવાનો ઉપસ્થિત રહેશે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આયુષ કેનસર હોસ્પિટલમાં દર મંગળવારે અને શુક્રવારે દર્દીઓ માટે ઓપીડીની સેવા નિઃશુલ્ક છે. આ ઉપરાંત બીપી/ડાઠાબીટીસ અને અન્ય કેટલીક તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

જામનગરના આંગણે સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુષ કેન્સર હોસ્પિટલનો આરંભ થવાથી હાલારના દર્દીઓને હવે રાજકોટ-અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં નહીં જવું પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh