Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વનવિસ્તાર બહારના વન અભ્યારણ્યમાં ગુજરાત દેશમાં નંબર વન

રાજયના બજેટમાં ૨૦ ટકાનો વધારોઃ બરડાના માલધારીઓ માટે જોગવાઈ

ખંભાળિયા તા. ૨૭: ગુજરાતમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચો.કી.મી.ના વધારા સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ હોવાની માહિતી કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ આપી છે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા તેમના વિભાગની માંગણીઓની ચર્ચામાં મહત્વની વિગતો જણાવાઈ હતી.

ગુજરાત રાજ્યમાં વન બહાર વિસ્તારોમાં વન આવરણનો વધારો કરવામાં આવતા ૧૧૪૩.૨૯ ચો.કિ.મી.ના વધારા સાથે દેશનું આવું પ્રથમ રાજય બન્યું છે જે સામાજિક વનીકરણથી શકય થયું છે. રાજયના વન અને પર્યાવરણ વિભાગનું વાર્ષિક બજેટ પણ વધારીને ૨૦ ટકા વધારા સાથે અગાઉના વર્ષમાં ૨૫૮૬ કરોડ હતું તે આ વર્ષે ૩૧૩૯ કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રોજેકટ માટે ૪૧૫ કરોડ, જોગવાઈ કરાઈ છે. મીષ્ટી કાર્યક્રમ હેઠળ કચ્છના સરક્રીક, કોરી ક્રીક તથા પડાલા બેટમાં મેંગ્રુવનું વાવેતર કરીને ૧૧૯૩૦ હેકરમાં મેંગ્રુવ સાથે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જોખમી કચરાનું પરિવહન તેનું સતત મોનીટરીંગ માટે ઓનલાઈન મેનીફિષ્ટ તથા વીહીકલ લોકેશન રેકીંગ સિસ્ટમ વિકસવાનાર ગુજરાત પ્રથમ રાજય છે.

વડાપર્ધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત ૧૭ કરોડ ઉપરાંતના રોપાનું ગુજરાતમાં વાવેતર થયું છે અને નિયત સમય પહેલા લક્ષ્યાંક સિદ્ધ થયેલો. સિંહોના વિસ્તાર ગીર જંગલ સફારી ઉપરાંત આ વર્ષે બરડા જંગલ, જાંબુઘોડા, રતન મહાલ તથા શુલ પાણેશ્વરમાં પણ ઓપન જંગલ સફારી શરૂ થઈ છે. કચ્છના નાના રણમાં અગાઉની ધુડસર સંખ્યા ૭૨૦ હતી તે દશ ગણી ૭૬૭૨ સુધી થઈ છે. હિંસક પ્રાણીથી મૃત્યુના કેસમાં દસ લાખ ઈજામાં બે લાખ એટલે કે આ વળતર ડબલ થયું છે. કરૂણા અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ૫૬ હજાર પક્ષીઓના સફળ રેસ્કયુ થયા છે.

રાજ્યમાં ૪૬ હજાર હેકટરમાં ખેડૂમલની વાવેતર થયું હતું બે વર્ષમાં આ થયું હતું તે વધારીને હવે એક વર્ષમાં ૩૫ હજાર હેકટર કરાશે. ૩૭૦ ઘાસ ગોડાઉનમાં ૫૦૦ લાખ ઘાસ સંગ્રહિત છે. અનેક સ્થળે ઉત્પાદીત ઘાસ સ્થાનિકોને વિનામૂલ્યે કાપવા છૂટ અપાઈ છે. કેન્દ્રએ ગુજરાતને પાંચ વર્ષમાં ૫૪૦ ચો.કિ.મી.માં ચેરનું વાવેતર કરવા જણાવેલ જેમાં બે વર્ષમાં ૧૯૦ ચો.કિ.મી. થયું છે. સામાજીક વનીકરણ માટે ૫૬૩ કરોડ તથા વનોતા વિકાસ સંવર્ધન માટે ૬૫૫ કરોડની પણ જોગવાઈ થઈ છે. વળતર વનીકરણમાં ૩૭૨ કરોડ પર્યાવરણ વન વિભાગમાં નવી બાબતો અંગે ૫૦૪ કરોડ ફાળવાયા છે. રાજયમાં વન કવચ હેઠળ વૃક્ષારોપણને ખૂબ જ સફળતા મળી છે. બે વર્ષમાં ૩૦૦ હેકટરમાં વન કવચ ઉભા થયા છે. જેમાં શહેરી વિસ્તારોમાં ખાસ આયોજન થયું છે. બરડા ડુંગરમાં માલધારી કુટુંબના પુનઃ વસવાટ માટે તથા સ્થાનિક રોજગારી માટે પણ જોગવાઈ થઈ છે. બનાસકાંઠાના ડિસામાં ડેઝર્ટ થીમ સાથે એશિયાનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. હરીત વન પથ યોજનામાં વૃક્ષારોપણમાં વધારા સાથે લોક ભાગીદારીથી ૨૦ લાખ રોપા ટ્રી ગાર્ડ માટે નેવું કરોડની જોગવાઈ થઈ છે. ૭૬ કરોડ મોટા રોપા માટે ૩૮ કરોડ જોગવાઈ થઈ છે. અમદાવાદ કેવડીયા હરીત પથ યોજના પણ ચાલુ વર્ષે થશે. ગાંધીનગર ઈન્કોડા પાર્કમાં મગર, કાચબા માટે અલગ વિભાગોનું નિર્માણ ગીરનાર, અંબાજી, પાવાગઢ તથા નર્મદા પરિક્રમાને પ્લાસ્ટીક મુકત બનાવવા તથા યાત્રાળુઓને સુવિધા પુરી પાડવા પણ આયોજન થયું છે. રાજયમાં ટ્રીટેડ સુએજમાં ૧૫૦ કરોડ જેટલા સુએઝ પાણીનો ખેતિમાં ઉપયોગ થશે. પ્રદુષણ નિયંત્રણ માટે માનવ બળ વધારવા બે વર્ષમાં ૪૩૦ ટેકનીકલ પોસ્ટની મંજૂરી અપાઈ છે. જેની ભરતી પ્રક્રિયા પણ ચાલુ થઈ છે. હવા પ્રદુષણ ઘટાડવા અમદાવાદ તથા સુરતમાં શરૂ થયેલ એમીશન ટ્રેકીંગ સિસ્ટમએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. નેશનલ એર કલીન પ્રોગ્રામમાં કેન્દ્રએ ૧૧૯૪ કરોડ ફાળવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh