Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા કલેકટર અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં
ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયાના હર્ષદપુરના હા૫ીવાડી વિસ્તારમાં ફુલેલીયા હનુમાનના મહંતશ્રી ભાસ્કરાનંદ બાપુ તથા અગ્રણી વિજયસિંહ જાડેજા દ્વારા નિરાધાર ગાયો તથા નંદી અને બીમાર ગાયોના માટે બનાવેલ ખાસ એકલવ્ય ગૌશાળાનો પ્રારંભ પંપ અગ્નિ અખાડાના પ્રમુખ જુનાગઢના સંત મુકતાનંદ બાપુએ કરાવ્યો હતો.
પૂ. મુકતાનંદ બાપુ દ્વારા ગૌ સેવાના આ કાર્યની પ્રશંસા કરીને ગૌ માતાનું દૂધ વૃદ્ધિવર્ધક તથા અગાઉ રાજા રજવાડા પણ ઉપયોગ કરતા હોવાનું જણાવીને આ ગૌ સેવામાં ફાળો આપનાર મહંત ભાસ્કરાનંદજી તથા વિજયસિંહ જાડેજાનું તેમને સન્માન કર્યું હતું. મુકતાનંદ બાપુ સાથે દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના પણ જોડાયા હતા તથા તેમણે પણ આ સેવાભાવી પ્રવૃત્તિને બિરદાવી હતી. મોટી સંખ્યામાં સાધુ સંતો પણ તેમની સાથે જોડાયા હતા.
કેશોદ, આવળ માતાજી-મંદિરની મુલાકાત લીધી
મુકતાનંદ બાપુ તથા તેમની સાથે આવેલા સંતો મહંતો દ્વારા કેશોદના આવળ માતાજીના મંદિરે પણ મુલાકાત લીધી હતી તથા ગ્રામ્યજનોને પ્રાસંગિક ઉદબોધન કરી ધર્મલાભ આપ્યો હતો. કેશોદ ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં મંદિરનો કરટેલો અદ્ભુત વિકાસ બીરદાવ્યો હતો તથા આવળ માતાજીના મંદિરને લોકો દર્શન સાથે ફરવાના સ્થળ તરીકે આવતા થયા જોઈ આનંદ વ્યકત કર્યો હતો. કેશોદના અગ્રણી કશ્યપભાઈ ડેર તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા ધર્મલાભ પણ મેળવ્યો હતો.
પાંજરાપોળની મુલાકાત
ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં આવેલી વર્ષો જુની શેઠ હરજીવનદાસ નરોતમદાસ પાંજરાપોળની પણ પૂ. મુકતાનંદ બાપુએ મુલાકાત લીધી હતી તથા આ પંજરાપોળમાં સ્વચ્છતા તથા ગાયોની સાર સંભાળની કામગીરી નિહાળી હતી તથા મેનેજર દીપકભાઈ આહિર તથા ટ્રસ્ટીઓની ટીમને અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial