Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાણંદમાં શહીદોના પરિવારજનોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૨૭: ગત ૨૩મી માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદ દિન નિમિત્તે સાણંદમાં ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વીરાંજલી ૨.૦ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભગતસિંહના નાનાભાઈ કુલરતાર સિંઘના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ જોઈને તેમણે કહ્યું કે, મેં ભારત દેશમાં આવો કાર્યક્રમ કયાંય જોયો નથી. સુખદેવજીના પરિવારમાંથી અનુજ થાપર, રાજ્યગુરૂજીના પરિવારમાંથી સત્યશીલ રાજ્યગુરૂ તથા દુર્ગાભાભીના પરિવારમાંથી જગદીશ ભટ્ટે દીપ પ્રાગટય કર્યું હતું. આ શહીદોના સ્વજનો સર્વપ્રથમવાર ગુજરાતમાં પધાર્યા હતા. વીરાંજલિ સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી ૧૮ વર્ષથી યોજાતા આ કાર્યક્રમને આશરે ૫૦ હજાર લોકોએ ખૂબ માણ્યો હતો.
આશરે ૧૦૦થી વધુ કલાકારોના કાફલા સાથે સાંઈરામ દવે દ્વારા લિખિત અને અભિનીત આ વીરાંજલિએ દર્શકોને આશરે ત્રણ કલાક સુધી જકડી રાખ્યા હતા. આ કાર્યક્રમનું દિગ્દર્શન વિરલ રાચ્છે કર્યું હતું તથા પરિકલ્પના અમિત દવેએ કરી હતી. વીર સાવકરજીને મંચ પર સાંઈરામે સજીવન કર્યા હોય એવું લાગ્યું. આઝાદ હિન્દ ફોજની સર્વ પ્રથમ મહિલા જાસુસ કેપ્ટન નિરા આર્યની યાતનાના દૃશ્યોએ ઉપસ્થિત જનમેદનીની આંખો ભીંજાવી હતી. વીરાંજલિ સમિતિ વતી પ્રદિપસિંહ વાઘેલાએ સૌનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial